પાલનપુરઃ જિલ્લાના અમીરગઢ નજીક રેલવે ટ્રેક ક્રોસ કરવા જતા ટ્રેનની અડફેટે આવતા દાદા અને બે પૌત્રીઓના મોત નિપજ્યા હતા. દાદા તેમની 5 વર્ષીય અને 2 વર્ષીય પૌત્રીઓ સાથે રેલવે ટ્રેક ઓળંગવા જતા હતા ત્યારે અચાનક આબુરોડ તરફથી આવતી યોગાનગરી ટ્રેનની અડફેટે આવી ગયા હતા. ત્રણેયના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. એક સાથે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા કિડોતર ગામમાં શોકનો માહોલ છવાયો હતો. રેલવે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પાસે આવેલા કિડોતર ગામના એક વૃદ્ધ અને તેમની બે પૌત્રીઓ સાથે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે ટ્રેન આવી જતા ત્રણેય દાદા અને તેની બન્ને પૌત્રીઓને ટ્રેને અડફેટે લીધા હતા. અને ત્રણેયના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. અકસ્માતને પગલે ટ્રેન ઊભા રાખવામાં આવી હતી, અને બનાવની જાણ થતાં જ રેલવે પાલીસ દોડી આવી હતી. રેલ્વે પોલીસ દ્વારા પંચનામું કર્યુ હતું. જેમાં માહિતી અપાઈ કે, ઓબસિંહ લાલાસિંહ ડાભી (ઉંમર 65 વર્ષ), કાજલબા સોરમસિંહ ડાભી (ઉંમર 2 વર્ષ ) અને કુશમ બા સોરમસિંહ ડાભી (ઉંમર 5 વર્ષ) ના ટ્રેનની અડફેટે આવીને મોત થયા છે. એક હસતા ખેલાતા પરિવારના ત્રણના મોતથી કિડોતર ગામમાં ગમગીની વ્યાપી ગઈ હતી.
રેલવે પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પાસે આવેલા કિડોતર ગામના એક વૃદ્ધ અને તેમની બે પૌત્રીઓ રેલના પાટાઓ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે ટ્રેન આવી જતા ત્રણેય લોકો ટ્રેનની અડફેટે આવી ગયા હતા. જેને પગલે ત્રણેયના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. ટ્રેનના ચાલકે વ્હીસલ વગાડી હતી. પરંતુ ટ્રેનની ગતિને લીધે સિનિયર સિટિઝન્સ એવા ઓબસિંહ ડાભી કંઈ સમજે તે પહેલા જ પોતાની માસુમ પૌત્રીઓ સાથે ટ્રેનની અડફેટે આવી ગયા હતા.