Site icon Revoi.in

નવા સંસદભવનમાં પ્રવેશ પહેલા રાજ્યસભા અને લોકસભાના સભ્યોનો ગ્રુપ ફોટો લેવાયો

Social Share

નવી દિલ્હીઃ સંસદના વિશેષ સત્રનો ગઈકાલથી પ્રારંભ થયો છે અને આજે ગણેશ ચતુર્થીના પાવનપર્વ ઉપર નવા સંસદભવનમાં સંસદના વિશેષ સત્રની કાર્યવાહી ચાલશે. જો કે, તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત તમામ સાંસદોએ જુની ઈમારતમાં ગ્રુપ ફોટો ખેંચાવ્યો હતો. પહેલા રાજ્યસભા અને લોકસભાના સાંસદોએ ફોટો ખેંચાવ્યો હતો.

નવા સંસદભવનના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રગાન સહિતના વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યવાહી સદનના સિનિયર નેતાઓ તમામ સાંસદોને નવા સંસદભવનમાં લઈ જશે. બંને સદનમાં સાંસદોની ફોટો લેવામાં આવશે. તેમજ સાંસદોને નવુ ઓળખપત્ર પણ મળશે. સાંસદોના ગ્રુપ ફોટોમાં ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીશ ધનખડ, પીએમ મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંસ અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને એચ.ડી.દેવેગૌડા પ્રથમ પંકિતમાં બેઠ્યાં હતા. સંસદના પરિસરમાં યોજાયેલા ફોટોસેશન્સમાં કોંગ્રેસના સિનિયર નેતા અને સાંસદ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, રાજ્યસભાના કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન સહિતના વિપક્ષના સાંસદો પણ ઉપસ્થિત રહ્યાં હતા.

સંસદના વિશેષ સત્રનો ગઈકાલે જુના સદનમાં પ્રારંભ થયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદો સમક્ષ સંસદની ઈમારત સાથે જોડાયેલી યાદો તાજી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, સરદાર વલ્લભભાઈ પટેલ, ઈન્દિરા ગાંધી, નરસિંહ રાવ, વી.પી.સિંહ, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપાયી અને ડો. મનમોહનસિંહ સહિતના તમામ પૂર્વ વડાપ્રધાનો અને સિનિયર નેતાઓને યાદ કર્યા હતા. એટલું જ નહીં જુના ભવાન સાથે જોડાયેલી ખટ્ટી-મીઠ્ઠી યાદો તાજી કરી હતી.