દરેક સ્ત્રીઓ આજકાલ સજવા-ઢજવામાં ખાસ્સો એવો સમય લે છે,કયા કપડા પહેરવાથી લઈને મેચિંગ ઓરનામેન્ટસ તેમની પસંદ બને છે, અપટૂડેટ દેખાવું કોને ન ગમે ,જો કે ટ્રેડિશનલ કપડામાં ઘણી વખત સ્ત્રી કન્ફ્યૂઝ થાય છે કે શું પહેરવું અને શું ન પહેરવું, ત્યારે આજે વાત કરીશું તમારા ટ્રેડિશનલ લબરને શાનદાર બનાવતા ક્લોથવેર ઈન્ડો વેસ્ટર્ન વેરની
આજકાલની યુવતીઓ લગ્ન પ્રસંગો કે તહેવારોમાં પણ ઇન્ડો વેસ્ટર્ન ક્વેરને પસંદ કરી રહી છે,કારણ કે આ લૂક વેસ્ટર્નની સાથે ટ્રેડિશનલ પણ છે,જેમાં ઉપરનું લોંગ ક્રોપ ટોપ કે ચોલી તમને વેસ્ટર્ન જોવા મળે છે તો નીતે ઘેર વાળો ચણીયા ટ્રેડિશનલ લૂક પ્રદાન કરે છે.
ઈન્ડોવેસ્ટર્ન કપડામાં ઉપર ક્રોપ ટોપથી લઈને ત્રણ કટ વાળી કુર્તી, ડબલ કટ વાળી કુર્તી, ચોલી, શોર્ટ એપલ રાઉન્ડ ટોપ હોય છે તો સાથે બોટમ વેરમાં ચણીયો કે સક્રટ જોવા મળે છે, જેને ઈન્ડોવેસ્ટર્ન કહેવામાં આવે છે, આ સાથે જ તમે ઈન્ડો વેસ્ટર્ન લૂકમાં સ્કાર્ફ કે દુપટ્ટાનો પણ ઉપયોગ કરી શકો છો જે તમને એલિગન્ટ લૂક આપશે.
ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલથી એલિગન્ટ, સ્ટાઇલીશ લૂક તો મળે જ છે, તેની સાથે વેસ્ર્ટન વેરથી કમ્ફર્ટેબલ રીતે હરીફરીશકીએ છે. લગ્ન પ્રસંગેએ સ્ટાઇલીશ અને ટ્રેડિશનલ લૂકને અપનાવવા તમે પણ ચોક્કસ ઈન્ડોવેસ્ટર્ન સ્ટાઈલના કપડા પસંદ કરી જોજો,
શીલ્કના ગોલ્ડન શર્ટ સાથે કોઇપણ રંગનો પ્લેન ની-લેન્ધ સ્કર્ટ પહેરી શકાય છે. ઘાઘરાનાં કલરમાં મલ્ટી કલર, પિંક, વાયોલેટ, ગ્રીન અથવા કોઇપણ લાઇટ કે ડાર્ક કલરને ગોલ્ડન શર્ટ પર પહેરી શકાશે.જેનાથી તમનારો લૂક શાનદાર લાગશે.
જો ઉપરની કોપર કલરની ચોલી સાથે તમે શિલ્કનો મરુન કલરનો ઘાઘરો કે પછી લોંગ શિલ્ક સ્કર્ટનિં કોમ્બિનેશન કરો છો તો તમારો ઈન્ડોવેસ્ટર્ન લૂક શાનદાર રીતે ખીલી ઉઠશે, આ સાથે જ તમે કોપરની જ્વેલરીનો પણ ઉપયોગ કરી શકો છો.
ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં ચોલી અને કન્ટેમ્પરરી ઘાઘરાનો ટ્રેન્ડ ઘણો જોવા મળી રહ્યો છે. જેનાથી પહેરનારનો લૂક એકદમ અલગ પડે છે.તથા તેના પર પહેરેલી જ્વેલરી આપણા લૂકને વધુ આકર્ષક બનાવે છે.
એપલ કટમાં ટોપની સાથે ઘાઘરો આ પણ એક સરસ કોમ્બિનેશન છે જે તમારા લૂકને હટકે બના છે, તો બીજી તરફ કોપર કલરમાં ત્રણ કટ વાળી કુર્તીની નીચે તમે મરુન,ગ્રીન ચણીયો પસંદ કરી શકો છો ,આ કુર્તી સાથે પણ તમારા ઈન્ડોવેસ્ટર્ન લીકની તમારી સુંદરતામાં વઘારો થશે.