- આલુ રવાની ટીક્કી
- ખુબ જલ્દી બનશે અને ખાવામાં હેલ્ધી પણ
દરરોજ સવારે નાસ્તામાં શું બનાવવું એ આપણો પ્રશ્ન હોય છે તે પણ પાછું દરેકને ભાવે તેનું ખાસ ધ્યાન રાખવાનું હોય,આ બાબતે રોજ સવારે ગૃહિણીઓને આ ચિંતા સતાવતી હોય છે, ત્યારે આજે આપણે સવારે માત્ર 120થી 15 મિનિટની અંદર બનાવી શકાય અને આપણા આરોગ્યને પણ નુકશાન ન કરે તેવો નાસ્તો શીખીશું.
આપણે સવારના નાસ્તામાં રવાની સેલો ફ્રાઈ ટીક્કી બનાવીશું
સામગ્રીઃ- 2 નંગ બટાકા બાફેલા , 2 કપ રવો, 1 ચમચી ચીલી ફ્લેક્શ,1 ચમચી ઓરેગાનો, સ્વાદ પ્રમાણે મીઠૂં, 2 ચમચી લીલા ઘાણા, 2 ચપટી મરીનો પાવડર,3 થી 4 નંગ લીલા કતરેલા મરચા.
સૌ પ્રથમ બટાકાને બાફીને છીણીમાં ક્રશ કરીલો, હવે આ બટાકામાં રવો, મીઠૂં, ઓરેગાનો, ચીલી ફ્લેક્શ, મરીનો પાવડર,લીલા મરચા અને લીલા ઘાણા નાખીને બરાબર મિક્સ કરીલો, હવે તેની નાની નાની ટીક્કી બનાવી લો, હવે નોનસ્ટિક તવી પર તેલ લગાવીને આ ટીક્કીને સેલો ફ્રાઈ કરીલો,ટીક્કીને બન્ને બાજુ ક્રીસ્પી થાય ત્યા સુધી શેકાવા દેવી, તૈયાર છે 15 મિનિટમાં બની જાય તેવી સ્વાદિષ્ટ અને હેલધી ટીક્કી. જે ખાવામાં પણ હેલ્ધી છે. ઓછા તેલમાં ફ્રાય કરેલી હોવાથી ચા સાથે ખુબ જ સરસ લાગે છે,