Site icon Revoi.in

તમારા તંદુરસ્ત સ્વાસ્થ્યની નિશાની છે સવારનો હેલ્ઘી નાસ્તો, દરરોજ સવારે આટલી વસ્તુઓ ખાવાની પાડો ટેવ

Social Share

હવે દિવાળીના દિવસો નજીક આવી રહ્યા  છે સાથે સાથે ગુલાબી ઠંડી પણ શરુ થવાની આરે  છે, ભર શિયાળો શરુ થવાને આરે છે ત્યારે હવે દરેક લોકોએ પોતાને સ્વસ્થ રાખવા પોતાનો ખોરાકમાં કેટલીક ખાસ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ, શિયાળઈને વહેલી સવારે જાગીને ભૂખ્યા પેટે, ગોળ, ખજૂર, અંજીરવાળું દૂધ,સૂંટ વેગેરેનું જો સેવન કરવામાં આવે તો શરીરમાં ગરમી જળવાય રહે છે ઠંડીથી રાહત મળે છે અને ઠંડીના કારણએ જે બ્લડ સર્ક્યૂલેશન ઘીમી પડે છે તે પણ નથી થતું

જાણો શિયાળામાં સવારે કંઈ કંઈ વસ્તુઓ ખાવી જોઈએ

મધ- ઠંડીની ઋતુમાં દરરોજ સવારે જાગીને ગરમ નવશેકા પાણીમાં મધ નાખીને પીવાથી ફઆયદો થાય છે મધ મિનરલ્સ, વિટામિન, ફ્લેવોનોઇડ્સ અને એન્ઝાઇમની માત્પા હોય છે  જે શરીરના આંતરડાને સાફ રાખે છે. શરીરના ઝેરી તેના સેવનથી દૂર થાય છે.

ઘી – ઠંડી માટે ઘી બેસ્ટ ઓપ્શન છે, દરરોજ તમારા નાસ્તામાં ધી માંથી બનાવેલો પાક ખાવાનું રાખો, ઘી ખાવાથી શરીરની એનર્જી જળવાઈ રહે છે, આ સાથે જ શિયાળામાં ઘી ખાવાથી વધુ ફઆયદો થાય છે,આ સાથે જ રોટલી અને બાજરાના રોટલા પર ઘી લગાવીને પણ ખાવું જોઈએ

સૂંઠ- સૂંટની તાસિર ગરમ હોય છે, સૂઠને ગોળ સાથે મિક્સ કરીને નાની નાની ગોળી બનાવી લો દરરોજ સવારે જાગીને એક થી 2 ગોળીનું સેવન કરો ,જેનાથી શરીરમાં વા થતો નથી, અને ઠંડીમાં માથુ દુખવું હાડકા દુખવાની ફરિયાદમાંથી રાહત મળે છે.

ગોળ- ગોળ શિયાળામાં ખોરાકમાં ખાસ ઉપયોગમાં લેવો જોઈએ, ગોળની તાસિર પણ ગરમ છે,જે ઠંડીથી રક્ષણ આપવાની સાથે સાથએ લોહીવ સુદ્ધ કરે છે,આ સાથે જ તમે રાત્રીના ભઓજનમાં પણ ઘી સાથે ગોળ ખાઈ શકો છો.વિટામિન, મિનરલ્સ , ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ સમૃદ્ધ ગોળ માયગ્રેશન, અસ્થમા, થાક અને અપચોમાં ફાયદાકારક છે.

ખજૂર – ખજૂરમાં પુરતા પ્રમાયણમાં લોહત્તવ આયન સમાયેલું હોય છે જેના સેવનથી શરીર એનર્જી ભર્યું રહે છએ,લોદીની માત્રા સુધરે છે આ સાથે જ ખરાબ લોદી શુદ્ધ બને છે,શિયાળામાં ખજૂર ખાવી જોઈએ જેનાથઈ શરીર તંદુરસ્ત બને છે.ખજૂરની તાસીર ગરમ હોવાથી તેને ગરમ દૂધ સાથે ખાઓ. આ માત્ર બાળકો માટે જ નહીં, પરંતુ તમામ ઉંમરના લોકો માટે પણ ફાયદાકારક છે.