Site icon Revoi.in

રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોરદાર વાવાઝોડું ફૂંકાયું – ક્યાંક પતરાઓ ઉડ્યા તો ક્યાંક ઘૂળની ડમરી ઉડતી જોવા મળી

Social Share

અમદાવાદઃ- હવામાન વિભાગે હોળીના પર્વ પર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે તો આજરોજ હોળી પહેલા જ રાજ્યના ઘણા વિસ્તારોમાં જોરદાર વાવાઝોડું ફૂંકાયું છે,કેટલીક જગ્યાએ તો છાપરાઓ ઉડતા જોવા મળી રહ્યા છે તો ક્યાંક ઘૂળની ડમરીઓ ઉડી રહી છે હવામાં ઘૂળ ઉડવાના કારણે કઈજ દેખાતું બંધ થયું હોય તેવા દ્રાશ્યો જોવા મળ્યા છે.

આજે સવારથી વાતાવરણમાં ઠંડો પવન પ્રસર્યો હતો જો કે ત્યાર બાદ સૌરાષ્ટ્રના કેટલાક ગામોંમાં પવન ફૂંકાયો હતો સાથે જ વાવા ઝોડાના કારણે હવા ઘૂળની ડમરીઓ ઉજડી હતી ત્યાર બાદ બપોર બાદ દક્ષિણ ગુજરાતમાં પણ આ સમાન સ્થિતિ જોવા મળી હતી જેમાં ભરુચ જીલ્લામાં પણ ભારે વાવા ઝોડું જોવા મળ્યું હતું.અંકલેશ્વર તથા આજુબાજૂના તાલુકાઓમાં વાવાઝોડું જોવા મળ્યું છે.

જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો હાલમાં જ 4 વાગ્યા બાદ અલગ અલગ જગ્યાએ વાવાઝોડુંની ઘટના નોંધાઈ છે જેમાં હવામાં ઘૂળ ઉડતી જોવા મળી છે ઝડપી વેગે પવન ફૂંકાતો જોવા મળ્યો છે.જૂઓ આ વીડિયો….

મહારાષ્ટ્રના નવાપુર તાલુકાના સોનપાડા ગામમાં પણ ભારે વાવાઝોડું ફૂંકાયું હતું. આ દરમિયાન મકાનના છાપરાં હવામાં તણખલાંની જેમ ઊડી ગયાં હતા. આ વાવાઝોડામાં એક જ પરિવારના ત્રણ લોકો ઘાયલ થયાં હોવાના પણ સમાચાર મળ્યા હતા અહી સવારે વાવાઝોડું આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને રવિવારની સાંજથી જ રાજ્યમાં ઘણી જગ્યાએ પવન ફૂંકાયો ગહતો જેને લઈને ક કેટલાક વિસ્તારોમાં માવઠું અને પવન તેમજ વીજળીના ચમકારા થયા હતા. અત્યારે નોર્થ સાઉથ ટ્રફ તેમજ હવાના હળવા દબાણનો પટ્ટો હોવાથી વાતાવરણમાં પલટો આવ્યો છે.

રવિવારના રોજ ગોંડલ પંથકમાં રીબડા, ભુણાવા સહિતના ગામમાં અમીછાંટણા વરસ્યા હતા. જ્યારે કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે પણ વરસાદ વરસ્યો હતો. જ્યારે મોટામાંડવા અને ગોંડલના ડૈયા ગામે કરાં પડતાં લોકોમાં કુતુહલ સર્જાયું હતું, આ સહીત જસદણ, આટકોટ પંથકમાં પણ મોડી સાંજથી માહોલ બદલાયો હતો જો કે આ કમોસમી માવઠાના કારણે પાકને નુકસાન થવાનો પણ ભય છે.