Site icon Revoi.in

NTAના સુધાર માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ઉચ્ચ સ્તરિય સમિતિએ સૂચનો મંગાવ્યા

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રની ઉચ્ચ સ્તરીય સમિતિએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના સુધારા અને સંભવિત પુનર્ગઠન અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી સૂચનો આમંત્રિત કર્યા છે. પરીક્ષા સંસ્થા NTA પર પેપર લીક અને અન્ય ગેરરીતિઓનો આરોપ છે.

શિક્ષણ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું હતું કે, ISROના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણનની આગેવાની હેઠળની ઉચ્ચ-સ્તરીય સમિતિએ સૂચનો માટે એક વેબસાઇટ તૈયાર કરી છે (https:Innovateindia.mygov.in/examination-reformsnta/) દ્વારા પ્રતિસાદ આમંત્રિત કરી રહી છે. તમે આ અંગે તમારા સૂચનો 7 જુલાઈ સુધી આપી શકો છો. વિદ્યાર્થીઓ-વાલીઓ NTAમાં સુધારા માટે સૂચનો આપી શકે છે.

આના પર, વિદ્યાર્થીઓ, વાલીઓ વગેરે પરીક્ષા સંસ્થા NTA માં સુધારણા માટે તેમના સૂચનો શેર કરી શકે છે. NTA સમગ્ર દેશમાં NEET, JEE, CUET અને UGC-NET જેવી મોટી પરીક્ષાઓનું આયોજન કરે છે. શિક્ષણ મંત્રાલયે 22 જૂને ઈસરોના પૂર્વ અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી.

સરકારી સંસ્થાઓ, શિક્ષણવિદો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના સભ્યોની બનેલી આ સમિતિનો ઉદ્દેશ્ય પરીક્ષા પ્રક્રિયામાં સુધારાની ભલામણ કરવાનો, ડેટા સુરક્ષા પ્રોટોકોલ વધારવા અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના માળખા અને કામગીરીની સમીક્ષા કરવાનો છે. કમિટી 27 જૂનથી 7 જુલાઈ સુધી હિતધારકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી સૂચનો અને વિચારો માંગી રહી છે.