Site icon Revoi.in

પરીક્ષાઓના પારદર્શક, સરળ અને નિષ્પક્ષ સંચાલનને સુનિશ્ચિત કરવા ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરાઈ

Social Share

નવી દિલ્હીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) મારફતે પરીક્ષાઓનું પારદર્શક, સરળ અને નિષ્પક્ષ આયોજન સુનિશ્ચિત કરવા માટે, ઉચ્ચ શિક્ષણ વિભાગ, શિક્ષણ મંત્રાલયે નિષ્ણાતોની એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી છે, જે પરીક્ષા પ્રક્રિયાની વ્યવસ્થામાં સુધારો, ડેટા સુરક્ષા પ્રોટોકોલમાં સુધારો અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીનું માળખું અને કામગીરી અંગે ભલામણ કરશે. ઈસરોના પૂર્વ ચેરમેન ડો.કે.રાધાકૃષ્ણનને ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત સમિતિમાં એઈમ્સ દિલ્હીના પૂર્વ નિદેશક ડો.રણદીપ ગુલેરિયા, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ હૈદરાબાદના વાઇસ ચાન્સેલર પ્રો. બી. જે. રાવ, આઈઆઈટી મદ્રાસના પ્રોફેસર રામમૂર્તિ કે., પીપલ સ્ટ્રોંગ અને બોર્ડના સભ્ય કર્મયોગી ભારતના કો-ફાઉન્ડર પંકજ બંસલ, આઈઆઈટી દિલ્હીના ડીન સ્ટુડન્ટ અફેર્સના પ્રો.આદિત્ય મિત્તલ, શિક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ ગોવિંદ જયસ્વાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

(i) પરીક્ષા પ્રક્રિયાની વ્યવસ્થામાં સુધારો

(ii) ડેટા સુરક્ષા પ્રોટોકોલમાં સુધારો

(iii) રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીનું માળખું અને કામગીરી

સમિતિ આ આદેશ જારી થયાની તારીખથી બે મહિનાની અંદર મંત્રાલયને પોતાનો અહેવાલ સુપરત કરશે. સમિતિ કોઈ પણ વિષય નિષ્ણાતને તેમની સહાય માટે સહકાર આપી શકે છે.