દક્ષિણ ભારતમાં આવેલું એક ઐતિહાસિક મંદિર, એક સ્તંભ જમીનથી છે થોડો ઉપર
બેંગ્લોરઃ ભારતમાં સોમનાથ, જગન્નાથ પુરી, રામેશ્વર સહિત અનેક પોરાણીંક મંદિરો આવેલા છે. તેમજ આ મંદિરો ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે.આવુ જ એક મંદિર આંધ્રપ્રદેશના અનંતપુરમાં આવેલું છે. અનંતપુરમાં લેપાક્ષી મંદિર દક્ષિણ ભારતીઓમાં આસ્થાનું કેન્દ્ર છે. તેમજ દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવામાં આવે છે. આ મંદિરની વિશેષતા એ છે અહીં ભગવાન શીવજીના વાહન નંદીજીની વિશાળ મૂર્તિ છે એટલું જ નહીં મંદિરનું એક સ્તંભ જમીનને અડતું નથી. જમીનથી થોડુ ઉંચુ છે. જેથી તેને લોકો લટકતો સ્તંભ પણ કહેવાય છે. મંદિર ડુંગર ઉપર હોવાથી આ મંદિરને શ્રદ્ધાળુઓ કુર્મ શૈલા પણ કહેવાય છે.
પૌરાણિક માન્યતા અનુસાર આ નિર્માણ ઋષિ અગસ્ત્યજીએ કરાવ્યું હતું. લોકડાયકા અનુસાર મંદિરનું નિર્માણ વિજયનગર સામ્રાજન્યના કાળમાં કરાયું હતું. આ મંદિરને 16મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં પથ્થરમાંથી તેની સુંદર નક્સી કરવામાં આવી હતી. મંદિરમાં લગભગ 450 વર્ષથી વધારે જૂનું નાગ લિંગ છે. જેના ઉપર વિશાળ શેષનાગની મૂતિ છે. મૂર્તિ સાત ફુટ ઉંચી હોવાનું કહેવાય છે.
આ ઉપરાંત મંદિરની ખાસ વાત મંદિરના પરિસરમાં સ્થિત નંદી જીની મૂર્તિ, આ મૂર્તિ દુનિયાના સૌથી મોટા નંદીની છે. જે 27 ફૂટ લાંબી અને અંદાજે સાડા ચાર ફૂટની છે. આમ નંદીજી અને શેષનાગની સ્થાપિત કરવામાં આવ્યાં હોવાનું આ પ્રથમ મંદિર છે. નાગપંચમીના દિવસે અહીં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.
ઐતિહાસિક મંદિરની અન્ય એક વાત એ છે કે તેનો એક સ્તંભ હવામાં લટકતો છે. સ્તંભની લંબાઈ 27 ફુટ અને ઉંચાઈ 15 ફુટ છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, જમીનને અડતો પણ નથી. જેથી તેને લટકતો સ્તંભ કરેવામાં આવે છે. બહારથી દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ નંદીજીની વિશાળ મૂર્તિ અને લટકતો સ્તંભ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. આ ઉપરાંત આ પવિત્ર સ્થળ ઉપર દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ આસપાસમાં આવેલા અન્ય ઐતિહાસિક ધાર્મિક સ્થળો ઉપર દર્શન કરવાનું ચુકતા નથી.