પંજાબમાં પુરની સ્થિતિને લઈને કેટલાક જીલ્લાઓની શાળાઓમાં રજાઓ જાહેર કરાઈ
ચંદિગઢઃ- દેશભરના કેટલાક રાજ્યો હાલ ભારે વરસાદના કારણે પુરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે હિમાચલ પ્રેદશ ,ઉત્તરાખંડ અને પંજાબના કેટલાક વિસ્તારોમાં અતિશય વરસાદની સ્થિતિએ પુરની સ્થિતિ સર્જી છે ત્યારે આજરોજ પંજાબ સરકાર દ્રારા પુરગ્રસ્ત વિસ્તારોની શાળાઓમાં રજાઓ જાહેર કરાવામાં આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે હાલ પણ પંજાબના કેટલાક જીલ્લાઓમાં નદીઓના પાણી ઘુસેલા જોવા મળી રહ્યા છેરાજ્યના ઘણા વિસ્તારોમાં હજુ પણ પૂરની સ્થિતિ યથાવત છે. આ સમગ્ર સ્થિતિને જોતા વહિવટ તંત્રતએ ચિંતા વ્યક્ત કરતા ફિરોઝપુર અને શ્રી આનંદપુર સાહિબ જિલ્લાની કેટલીક શાળાઓમાં રજા જાહેર કરી છે.
રજાઓ અંગે જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેટલીક શાળાઓમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પરના પાણી ભરાયા હોવાના કારણે શાળા સુધી પહોંચવાનો કોઈ રસ્તો નથી, જેના કારણે કેટલીક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.