શિમલાઃ- દેશભરમાં ચામાસાએ માજા મૂકી છે સતત વરપસાદના કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન જેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે અત્યાર સુધી કેટલાક લોકો મોતને પણ ભેેંટ્યા છએ ખાસ કરીને જો હિમાચલ પ્રદેશની વાત કરીએ તો અહીં છેલ્લા કેટલાક દિવસથી વરસાદનું જોર યથાવત રહેતા જમજીવન ખોરવાયું છે તો કેટલાક નાના નાના ગામડાઓને જોડા માર્ગ અવરોઘિત બન્યા છે.
ખાસ કરીને વાત કરીએ કુલુ જીલ્લાની તો અહીં વરસાદ અને ભૂસ્ખલનના કારણે ભયાનક સ્થિતિ સર્જાય છે જેને કારણે શાળાઓ પણ બંઘ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં, અવિરત વરસાદ અને વિવિધ સ્થળોએ ભૂસ્ખલનને કારણે તમામ સરકારી અને ખાનગી શાળાઓને 5 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ડેપ્યુટી કમિશનર કુલ્લુ આશુતોષ ગર્ગે આજરોજ રવિવારે આ અંગેની જાણકારી આપી હતી. જિલ્લામાં સતત ખરાબ હવામાન અને વરસાદને કારણે થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
ડે.કમિશ્નરે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં ભૂતકાળમાં ભારે વરસાદ અને પૂરના કારણે રસ્તાઓ અને અને એકબીજા ગામને જોડતા પુલો બ્લોક થઈ ગયા છે. આજે પણ જિલ્લાના અનેક ગ્રામ્ય માર્ગો બંધ છે અને અનેક નાળા અને કોતરો પરના પુલને નુકસાન થયું છે. તેમને રિપેરિંગ અને રિપ્લેસ કરવાનું કામ ચાલી રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અને ખાનગી શાળાઓ 5 ઓગસ્ટ, શનિવાર સુધી બંધ રહેશે.