આજે પૃથ્વીની નજીકથી પસાર થશે એક વિશાળ એસ્ટરોઇડ,’સ્ટેચ્યુ ઓફ યુનિટી’ કરતા પણ લગભગ 210 મીટર મોટો
પૃથ્વીની નજીકથી રવિવારે એક વિશાળ લઘુગ્રહ (એસ્ટરોઇડ) પસાર થશે.તે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ કરતા પણ લગભગ 210 મીટર મોટો છે.નાસાની લેબોરેટરી (JPL) અનુસાર, ‘2005 RX3’ નામનો એસ્ટરોઇડ 62,820 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આપણા ગ્રહ તરફ આગળ વધી રહ્યો છે.
સ્પેસ એજન્સી અનુસાર, આ એસ્ટરોઇડ લગભગ 17 વર્ષ પહેલા (2005માં) પૃથ્વીની નજીકથી પસાર થયો હતો. ત્યારથી નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી તેના પર નજર રાખી રહી છે.
નાસા અનુસાર, ‘RX3’ આગામી માર્ચ 2036માં પૃથ્વીની નજીકથી પસાર થશે.10 સપ્ટેમ્બરે નાસાએ એક ચેતવણી જારી કરીને કહ્યું હતું કે,આ મહિનામાં એક સપ્તાહમાં ચાર એસ્ટરોઇડ પૃથ્વીની નજીક આવશે. આમાંથી એક ‘2005 RX3’ છે.