અમદાવાદઃ મધ્ય ગુજરાતના ધોધંબાના રણજીતનગર પાસે આવેલી કેમિકલ બનાવતી ફેકટરીમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો છે. એટલું જ નહીં ગણતરીની મિનિટોમાં આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ તથા ઉચ્ચ અધિકારીઓ સહિતના પોલીસ અધિકારી-કર્મચારી પણ સ્થળ પર દોડી ગયા હતા. તેમજ બચાવ કામગીરી આરંભી હતી. ફેકટરીમાં પાંચેક વ્યક્તિઓ આગની લપેટમાં ફસાયા હોવાનું મનાઈ રહ્યું છે. હાલ ફાયરબ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટે કવાયત કરવામાં આવી રહી છે. આગ કાબુમાં આવ્યા બાદ જ દુર્ઘટનામાં કેટલા વ્યક્તિઓને ઈજા થઈ છે. તે જાણી શકાશે. આગની આ ઘટનામાં બે વ્યક્તિઓના મોત થયા હોવાનું મનાઈ રહ્યું છે. જ્યારે 8 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.
પ્રાથમિક માહિતી અનુસાર રણજીતનગર પાસે આવેલી કેમિકલની ફેકટરીમાં કર્મચારીઓ કામ કરતા હતા દરમિયાન અચાનક આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો. તેમજ ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી નાસભાગ મચી ગઈ હતી. તેમજ આસપાસની ફેકટરીમાં પણ ભય ફેલાયો હતો. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવ્યો હતો. આ ઉપરાંત આસપનાસની નગરપાલિકા અને વડોદરા ફાયરબ્રિગેડની પણ મદદ માંગવામાં આવી હતી. ફાયરબ્રિગેડ દ્વારા હાલ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ફેકટરીમાં પાંચેક વ્યક્તિ ફસાયા હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, આગ લાગવાનું ચોક્કસ કારણ અને કોઈ જાનહાની અંગે તપાસમાં જ ખુલાસો થવાની શક્યતા છે.