Site icon Revoi.in

અમદાવાદના સનાથલ સર્કલ નજીક કુલર બનાવતી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ લાગી

Social Share

અમદાવાદઃ શહેરના સનાથલ સર્કલ નજીક  મંગળવારે સાંજના સમયે કુલર બનાવતી એક ફેકટરીમાં ભીષણ આગ લાગતા એફડા-તફડી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આગના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે. ફાયર બ્રીગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સીમાડે આવેલા સનાથલ સર્કલ નજીક કૂલર બનાવતી એક ફેકટરીમાં મંગળવારે સાંજના સમયે એકાએક આગ લાગતી ફાયરબ્રીગેડના અધિકારીઓ જવાનો સાથે 9 ગજરાજ, એક ફાયર ટેન્કર, ચાર કમાન્ડ કન્ટ્રોલ વ્હીકલ્સ, વગેરે સાથે ઘટના સ્થળે પોહંચ્યા હતા. અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.  આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. કંપની ઇન્ડસ્ટ્રીયલ કુલર બનાવતી હતી. કહેવાય છે કે,  50 ટનથી વધારે મટિરિયલમાં આગ લાગી હતી. આગ કાબૂમાં લેવા માટે 7 વોટર કેનનથી અલગ અલગ જગ્યા પરથી પાણી નાંખવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળાની અસહ્ય ગરમીમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે. 18 એપ્રિલે પણ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ગુલબાઈ ટેકરા રોડ પર આવેલા સત્યમ કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની 13 જેટલી ગાડીઓ હાલમાં ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમ તરફથી મળતી માહિતી મુજબ નવરંગપુરા સત્યમ કોમ્પલેક્સમાં બ્યુટીકની દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાને પગલે આસપાસમાં આવેલી ચારથી પાંચ દુકાનો પણ લપેટમાં આવી ગઈ હતી અને ધીમે-ધીમે નીચેની તરફ હતી આગની જ્વાળાઓ વધુ ફેલાતા નીચે ત્રણ એક્ટિવા પણ આગની લપેટમાં આવી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા એક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લઇ લેવામાં આવી હતી. ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી.