Site icon Revoi.in

નોઈડા સેક્ટર-31માં હંસરાજ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં લાગી ભીષણ આગ,12 ફાયર ફાઈટર સ્થળ પર

Social Share

લખનઉ:ઉત્તર પ્રદેશના નોઈડાના સેક્ટર-31માં આવેલા હંસરાજ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.આ આગ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં લાગી છે.જ્યાં આગ લાગી છે ત્યાં એસી અને એસીના પાર્ટસ રાખેલા છે, જેના કોમ્પ્રેસર ફાટવાથી ધુમાડો નીકળી રહ્યો છે.

ચીફ ફાયર ઓફિસર અરુણ કુમાર સિંહે જણાવ્યું કે,ધુમાડાના કારણે અંદર પ્રવેશવું મુશ્કેલ બની રહ્યું છે. હાલ ફાયર વિભાગની 12 ગાડીઓ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.હંસરાજ કોમ્પ્લેક્સ નિઠારી ગામમાં છે.

જે સંકુલમાં આગ લાગી તે ગીચ વિસ્તાર છે. કોમ્પ્લેક્સમાં અને તેની આસપાસ ઘણી દુકાનો છે. આગ લાગતા જ અફડાતફડી મચી ગઈ હતી.જે બાદ ફાયર વિભાગને બોલાવવામાં આવી હતી. SCP એ જણાવ્યું છે કે,હંસરાજ કોમ્પ્લેક્સમાં કેટલા લોકો ફસાયેલા છે, તેની માહિતી હજુ ઉપલબ્ધ નથી.પોલીસની ટીમો અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે બચાવ કાર્યમાં લાગેલા છે.આગ એટલી ભીષણ છે કે દૂર દૂરથી પણ ધુમાડાના ગોટેગોટા જોઈ શકાય છે.