Site icon Revoi.in

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાત્રે મસમોટા અજગર આવી ચડ્યો

Social Share

અમરેલીઃ ભાવનગરથી સોમનાથ સુધીના કોસ્ટલ નેશનલ હાઈવે પર સિહ જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને રાજુલા-પીપાવાવ અને જાફરાબાદ હાઈવે પર રાતના સમયે વાહન ચલાવવામાં ખૂબ તકેદારી રાખવી પડતી હોય છે. કારણે કે સિંહ તેના પરિવાર સાથે  હાઈવે પર જ આંટાફેરા મારતા હોય છે. ત્યારે તાજેતરમાં જાફરાબાદના કાગવગર ગામ નજીક હાઈવે પર  રાતના સમયે એક મોટો અજગર આવી ચડ્યો હતો. વાહનચાલકોએ અજગરને જોતા જ વાહનો થંભાવી દીધા હતા. દરમિયાન કાગવદના ગ્રામજનોએ દોડી આવીને મહા મહેનતે અજગરને હાઈવે પરથી દુર કર્યો હતો.

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ઉપર જાફરાબાદના કાગવદર ગામ નજીક મોડી રાતે મહાકાય અજગર હાઇવે ઉપર આવી ચડ્યો હતો. જેથી થોડીવાર માટે વાહનોના પૈડા થંભી ગયા હતા. અજગર રોડ વચ્ચે હોવાને કારણે વાહન ચાલકોએ પોતાના વાહનો થોંભાવી નીચે ઉતર્યા હતા. બીજી તરફ કાગવદર ગામ આસપાસના લોકો પણ દોડી આવી અજગરને રોડથી દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. અંતે સ્થાનિક લોકોએ અજગરને રેવન્યુ વિસ્તાર રોડ કાંઠેથી સીમ વિસ્તાર તરફ દૂર ખસેડ્યો હતો. જેથી કોઈ વાહનના હડફેટે આવે તે પહલા અજગર બચી ગયો હતો.

અમરેલી જિલ્લામાં અજગરનો વસવાટ જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વધારે જોવા મળે છે. કાગવદર, કથારીયા, મીઠાપુર, સરોવડા, ચોત્રા, નાગેશ્રી, હેમાળ સહિત ગામડામા વાડી વિસ્તારમાં રાત્રીના સમયે સતત અજગરો દેખાદેતા હોય છે. થોડા દિવસો પહેલા સરોવડા વિસ્તારમાં બે અજગરોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

#PythonSighting #KagvadarVillage #HighwayRescue #AmreliWildlife #NationalHighway #SnakeRescue #GujaratWildlife #WildlifeEncounter #VillageHeroes #SnakeSafety #AmreliNews #WildlifeConservation #RoadsideRescue #AjgarOnHighway #PythonEncounter #WildlifeRescue #AmreliDistrict #GujaratNature #SnakeAwareness #ForestDepartmentAlert #GujaratRoadSafety #CoastalHighwayWildlife #AjgarRescue