કરવાચોથ ઉપર પતિ પત્નીને આવી આપી શકે છે ગીફ્ટ
આ વર્ષે, કરવા ચોથનું વ્રત રવિવાર, 20 ઓક્ટોબરના રોજ આવે છે. માન્યતાઓ અનુસાર, પત્નીઓ તેમના પતિ માટે નિર્જળ ઉપવાસ કરે છે. આ દિવસે, પત્નીઓ તેમના પતિની સલામતી, સુખ અને લાંબા આયુષ્ય માટે રાત્રે ચંદ્રના દર્શન ન કરે ત્યાં સુધી ખોરાક અને પાણીનું સેવન કરતી નથી. એટલું જ નહીં, પતિઓ તેમની પત્નીઓને વિવિધ ભેટો આપીને તેમનો પ્રેમ વ્યક્ત કરે છે. તો પતિએ પત્નીને શું ગીફ્ટ આપવી તે અંગે જાણીએ…
ટ્રેન્ડિંગ જ્વેલરી સેટઃ ભાગ્યે જ એવી કોઈ સ્ત્રી હશે જેને ઘરેણાંનો શોખ ન હોય અથવા જેને ઘરેણાં પહેરવાનું પસંદ ન હોય. જ્વેલરીનો અર્થ એ નથી કે તમારે તમારી પત્નીને મોંઘા હીરા કે પ્લેટિનમ વસ્તુઓ ગિફ્ટ કરવી જોઈએ. તમે તમારી પત્નીને ચાંદી અથવા સોનાના ઘરેણાં ભેટમાં આપી શકો છો. ભેટ આપતા પહેલા, તમારે તમારી પત્ની પાસેથી તેની પસંદગીઓ વિશે પણ માહિતી મેળવવી જોઈએ.
વસ્ત્રો અને મેકઅપ સામાનઃ આ વ્રત ઉપર પતિ પત્નીને સુંદર વસ્ત્રો અને મેકઅપનો સામન પણ આપી શકે છે. વસ્ત્રો અને મેકઅપનો સામાન પણ મહિલાઓને વધારે પસંદ આવે છે.