Site icon Revoi.in

એક જયશંકરે અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત,ભારત સાથે દ્વિપક્ષીય સહયોગ વધારવા પર મૂક્યો ભાર 

Social Share

દિલ્હી:ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફર્નાન્ડીઝ સાથે મુલાકાત કરી હતી.તેઓએ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત કરવા અને બનાવવાના મહત્વાકાંક્ષી પગલાઓ સાથે સંરક્ષણ અને પરમાણુ ઉર્જામાં દ્વિપક્ષીય સહયોગની શક્યતાઓ પર ચર્ચા કરી.

નોંધનીય છે કે,જયશંકર ત્રણ લેટિન અમેરિકન દેશોની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે છે. તેઓ ગુરુવારે અહીં રાષ્ટ્રપતિ તેમજ નાણામંત્રી સર્જિયો મસ્સાને પણ મળ્યા હતા અને આર્થિક સહયોગ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.

વિદેશ મંત્રીએ ટ્વીટ કર્યું, ‘અર્જેન્ટિનાના નાણામંત્રી સર્જિયો મસ્સાને મળીને આનંદ થયો. આપણા આર્થિક સહયોગને વિસ્તારવા તરફનો તેમનો સકારાત્મક અભિગમ પ્રશંસનીય છે.

તેઓ રાષ્ટ્રપતિ ફર્નાન્ડીઝને પણ મળ્યા હતા.રાષ્ટ્રપતિને મળ્યા પછી એસ જયશંકરે ટ્વીટ કર્યું, “મારું સ્વાગત કરવા બદલ રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફર્નાન્ડીઝનો આભાર.પીએમ નરેન્દ્ર મોદી તરફથી પણ અભિનંદન.

આ દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવા પર વાતચીત કરી હતી. જયશંકરે વેપાર માધ્યમોને વધુ ટકાઉ અને મહત્વાકાંક્ષી બનાવવા સહિત દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા ચર્ચા કરી હતી.તેઓએ ઉર્જા અને ખાદ્ય સુરક્ષા અંગે પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું. તેઓએ ફાર્માસ્યુટિકલ્સ સહિત પરવડે તેવી હેલ્થકેરના મહત્વ વિશે ચર્ચા કરી. ઉપરાંત, બંને નેતાઓએ સંરક્ષણ સહયોગ તેમજ પરમાણુ ઉર્જાની શક્યતાઓ પર વિચાર વિનિમય કર્યો હતો.