Site icon Revoi.in

કચ્છના નિર્જન એવા કૂંડી બેટ પરથી એક કિલો ચરસ અને હેરોઈનના પેકેટ બિનવારસી મળી આવ્યા

Social Share

ભૂજઃ ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો આવેલો છે. તેમજ દરિયા કિનારા નજીક અનેક નિર્જન ટાપુ આવેલા છે. ત્યારે દરિયા કિનારા અને નિર્જન ટાપુઓ પર ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે. જેમાં કચ્છમાંથી ગેરકાયદેસર ડ્રગ્સ ગુજરાત તથા દેશમાં ઘુસાડવામાં આવે છે. કચ્છના દરિયાઈ પટ્ટામાંથી સતત બીજા દિવસે ચરસ અને હેરોઈનના પેકેટ મળી આવ્યા છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા જખૌના દરિયાઈ એરિયામાંથી ચરસના 10 પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા. સાથે હેરોઈનનું એક પેકેટ મળી આવ્યું હતુ. કચ્છના જખૌથી 11 કિલોમીટર દૂર નિર્જન કુંડી બેટ પરથી ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. કચ્છમાં દરિયાઈ વિસ્તારમાંથી ડ્રગ્સની ઘુષણખોરી કરવામાં આવી રહી છે. જેને જોતા બીએસએફ પણ એલર્ટ પર છે.

બીએસએફના સૂત્રોએ  જણાવ્યું હતું કે, સોમવારે જખૌમાંથી 10 પેકેટ ચરસ અને 1 પેકેટ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. બીએસએફના સર્ચ ઓપરેશનમાં જખૌ દરિયાથી 11 કિમી દૂર નિર્જન કુંડી બેટ વિસ્તારમાં આ શંકાસ્પદ ડ્રગ્સ મળી આવ્યું હતુ. ચરસના એક પેકેટનું વજન 1 કિલોગ્રામ છે. ચરસના 10 પેકેટો પર ડાર્ક સુપ્રીમો બ્લેક કોફીનું પેકેજિંગ છે અને તેને પીળા કલરની પ્લાસ્ટિંકની બેગમાં પેક કરવામાં આવ્યું હતું.  બીએસએફે કહ્યું કે એપ્રિલ 2023થી અત્યાર સુધી જખૌ દરિયાઈ વિસ્તારમાંથી અત્યાર સુધી ચરસના 50 પેકેટ અને હેરોઈનના 9 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે સ્વતંત્રતા દિવસના પર્વને લઈને ગુજરાત બીએસએફ હાઈ એલર્ટ પર છે. બીએસએફ દ્વારા કચ્છના દરિયાઈ વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.