1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના સાબરમતી નદીમાં એર શો નિહાળવા રિવરફ્રન્ટના બન્ને કાંઠે લોકોની હકડેઠઠ ભીડ જામી
અમદાવાદના સાબરમતી નદીમાં એર શો નિહાળવા રિવરફ્રન્ટના બન્ને કાંઠે લોકોની હકડેઠઠ ભીડ જામી

અમદાવાદના સાબરમતી નદીમાં એર શો નિહાળવા રિવરફ્રન્ટના બન્ને કાંઠે લોકોની હકડેઠઠ ભીડ જામી

0
Social Share

અમદાવાદઃ શહેરના સાબરમતી નદી રિવરફ્રન્ટ પર એરફોર્સ દ્વારા એકશોનું આયોજન કરાયું છે. મંગળવારે સાંજે  શહેરના રિવરફ્રન્ટના બંને તરફ હજારો લોકોની હાજરીમાં રિવરફ્રન્ટ એક્સપો 2022 શરૂઆત થઈ હતી. જેમાં દિલધડક કરતબ કરતાં સેનાના જવાનોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

અમદાવાદના સાબરમતી નદી પર એર શોનું આયોજન કરાયુ છે. એરપોર્સ જવાનોના હેરતભર્યા કરતબો નિહાળવા શહેરીજનો રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં એકઠા થયા હતા. એકફોર્સના સારંગ હેલિકોપ્ટર આખા ડિફેન્સ એક્સપોની શાન બની રહ્યા હતા. હેલિકોપ્ટર દ્વારા એક એક પલ દિલ ધડક કરતબોના કારણે લોકો બૂમો પાડી રહ્યા હતા. એક સમયે એક ફૂટના અંતરેથી હેલિકોપ્ટર પસાર થયા હતા, ત્યારે લોકો અવાક બની ગયા હતા અને આ દ્રશ્ય જોઈને લોકો સેનાના શૌર્યની સલામ કરી રહ્યા હતા.

આ ઉપરાંત નેવીની એક બોટ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની હતી. કારણ કે આ બોટ કોઈ ચલાવી રહ્યું નહોતું. કારણ કે એને રિમોટ કંટ્રોલથી અપડેટ કરવામાં આવી હતી અને તેના પર સીસીટીવી કેમેરા હતાં. તેણે દુશ્મનના વિસ્તારમાં જઈને કોઈપણ વ્યક્તિને રેસ્ક્યૂ કરવા તેમજ ઓટોમેટિક ફાયર કરવા સાથેના દ્રશ્યો રજૂ કર્યા હતા. ભારતીય નૌ-સેનામાં આ બોટ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે અને તે અમદાવાદના સાબરમતી નદીમાં તરતી જોવા મળી હતી. નદીની વચ્ચોવચ એક ડોમ બનાવવામાં આવ્યો હતો અને જેમાં દુશ્મનોની ઓઇલ રિંગની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. જેમાં ભારતીય જવાનો પહોંચ્યા હતા. જેમણે રિંગ ઉપર એક્સપ્લોઝિવ ગોઠવ્યા હતા. એકદમ સન્નાટો હતો અને આ સન્નાટાની વચ્ચે જ કાનના પડદા હલાવી દે તેઓ બ્લાસ્ટ થયો હતો. જેણે જમીન અને પાણીમાં ધ્રુજારી ફેલાવી દીધી હતી. રિવરફ્રન્ટ ખાતે 22 ઓક્ટોબર સુધી રોજ સાંજે 4થી 6 વાગ્યા સુધી એર-શો યોજાશે.

સૂત્રોએ જણાવ્યુ હું કે, અમદાવાદમાં સાબરમતી નદી પર મોટું આકર્ષણ એર-શો છે. શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર વાયુસેનાના વીરોએ દિલધડક કરતબો બતાવ્યા છે.  એરફોર્સના જાંબાઝ જવાનોએ હવામાં ઉંચેથી પેરાગ્લાઈડિંગ કર્યું. જે બાદ સારંગ એરોબેટીક્સ ટીમના હેલિકોપ્ટરોએ એક પછી એક સુંદર ફોર્મેશન બનાવ્યા. સાબરમતી રિવરફ્રન્ટની બંને તરફ હાજર હજારો પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટ સાથે વાયુવીરોની પ્રચંડ શક્તિ અને અદમ્ય સાહસને વધાવી લીધું. બોટ અને હેલિકોપ્ટરની સંયુક્ત પેરા મોટર એક્ટિવિટી થઈ. તો દુશ્મન દેશના પોસ્ટને ગોળા ફેંકીને તબાહ કરવામાં આવી. વાયુસેનાએ કુદરતી આપત્તિઓ સમયે કરાતી બચાવી કામગીરીનું પણ અદભૂત નિદર્શન કર્યું હતું.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code