પાલનપુરમાં કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રા, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા
પાલનપુરઃ શહેરમાં કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રા અંતર્ગત બાઈક રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા હતા. આ રેલીમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત ધારાસભ્યો હાજર રહ્યા હતા. પાલનપુર હાઇવે ગઠામણ પાટીયાથી કોંગ્રેસના કાર્યકરોની બાઈક રેલી નીકળી હતી. જે કાનુજી મહેતા હોલ ખાતે પહોંચતા સભાના રૂપમાં ફેરવાઈ હતી. જ્યાં કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કોંગ્રેસના આગેવાનોએ સભાને સંબોધીને લોકસભાની ચૂંટણીના કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લામાં કાર્યક્રમો આપી રહી છે, જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં હાથ સે હાથ જોડો યાત્રાનું આયોજન કરાયું હતું. કોંગ્રેસના કાર્યકરો દ્વારા બાઈક રેલી થકી શક્તિ પ્રદર્શન પણ કરાયું હતું.વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા સહિત ધારાસભ્યોએ કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રામાં જોડાયા હતા. બાઈક રેલી પાલનપુરના કોજી વિસ્તારમાં પહોંચતા પાલિકા વિપક્ષ નેતા અંકિતા ઠાકોરે રેલીનું સ્વાગત કર્યું હતું. હોલમાં સંવાદ કાર્યક્રમ બાદ યોજાયો હતો.
બનાસકાંઠાના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. અને આ સંવાદ કાર્યક્રમમાં તમામ પ્રશ્નોને એક કરી અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખ શક્તિ સિંહ ગોહિલ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી અને જિલ્લાના પ્રશ્નો હલ કરવાની રજૂઆત કરી હતી.. આ અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડા એ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસનુ નેતૃત્વ આવી રહ્યું છે જિલ્લાના લોકોના પ્રશ્નોને વાચા આપીશું. અહીંના લોકોની ફરિયાદો, સમસ્યાઓ છે ભ્રષ્ટાચાર છે પદ યાત્રા કરીને કલેક્ટર કચેરી પહોંચી લોકોને ન્યાય મળે હક અધિકારી મળે એની લડાઈ લડીશું.