જુનાગઢઃ સુપ્રસિદ્ધ ભવનાથ ખાતે મહાશિવરાત્રીનું પર્વ ભારે ઉત્સાહથી ઊજવાયું હતું. ભવનાથથી પરંપરાગતરીતે તમામ સાધુ-સંતોના અખાડાઓ અને સ્વયંસેવકો સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાહી રવાડી નીકળી હતી. રવાડી પૂર્ણ થતાંની સાથે જ નાગા સાધુઓએ મૃગીકુંડમાં સ્નાન કર્યુ હતું. શિવરાત્રની મધ્ય રાત્રે ભવનાથ મંદિર ખાતે મહાઆરતી થઈ અને લાખો શ્રદ્ધાળુઓએ આ આરતીનો લહાવો લીધો હતો.અને મૃગીકુંડમાં શાહીસ્નાન કરતા સંત-મહંતો અને નાગા સાધુઓનાં દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.
જુનાગઢના ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિર દ્વારા આયોજિત મહાશિવરાત્રી મેળાનું રાત્રીના 12 વાગ્યે સાધુ-સંતોના મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ વિધિવત રીતે સમાપન કરવામાં આવ્યુ હતુ. ગરવા ગિરનારની ગોદમાં પાંચ દિવસીય યોજાયેલા મહાશિવરાત્રીના મેળામાં મૃગી કુંડમાં સ્નાનનુ અનેરુ મહત્વ હોય છે. ભવનાથ મંદિરમાં આવેલા મૃગીકુંડમાં નાગા સાધુઓના શાહી સ્નાન અને હર હર મહાદેવનો જયઘોષોથી વાતાવરણ ભક્તિમય જોવા મળ્યુ હતુ. ભવનાથ ધામમાં શાહી રવેડી નીકળી હતી, જેમાં સાધુ-સંતોના દર્શન માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ પણ ઉમટ્યા હતા.
જુનાગઢના મહાશિવરાત્રીના ભવ્ય મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતુ. ભવનાથ તળેટીમાં 10 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યાં હતા અને ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા મેળામાં ત્રણ દિવસો દરમિયાનના 11 લાખથી વધુ ભાવિકોએ મેળાનો ઉમટી પડ્યા હતા ત્યારે શિવરાત્રિની રાત્રે રવેડીના દર્શન અને સંતોના શાહી સ્નાન સાથે મધરાતે મેળાનું સમાપન થયું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભવનાથ મંદિરના પૂજા કરીને ભારતી આશ્રમ, અગ્નિ અખાડા, ગોરક્ષનાથ આશ્રમ, શ્રી ઇન્દ્રભારતી બાપુના આશ્રમના સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા. મેળાના ત્રીજા દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું અને.મેળામાં પ્રથમ બે દિવસમાં 4 લાખ લોકોએ અને ત્રીજા દિવસે 7 લાખ થી વધુ ભાવિકો ભવનાથ મહાદેવના દર્શન કર્યા હતા. બહોળી સંખ્યામાં ભવનાથ શિવરાત્રીના મેળામાં મહાદેવના દર્શને આવેલા ભાવિક ભક્તો રવેડી નીકળે તે પહેલા જ કલાકો સુધી રોડની બંને સાઈડ બેસી ગયા હતા.