Site icon Revoi.in

અમેરિકામાં ડેલ્મિક્રોન વેરિયન્ટના કારણે મોટી સંખ્યામાં લોકો સંક્રમિત

Social Share

દિલ્હી:કોરોનાવાયરસના અત્યાર સુધી કેટલાક વેરિયન્ટ સામે આવી ગયા છે જેમાં આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, ઓમિક્રોન અને ડેલ્મિક્રોન.. આ ડેલ્મિક્રોન હવે અમેરિકામાં સૌથી વધારે જોવા મળી રહ્યો છે. જાણકારી અનુસાર કોરોનાનું ઓમિક્રોન વેરિયંટ યુકે, અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં ફેલાઇ રહ્યું છે. આવી સ્થિતિમાં હવે બીજું નવું વેરિએન્ટ આવ્યું છે. આ નવા વેરિએન્ટનું નામ ડેલ્મિક્રોન છે. કેટલાક દેશોમાં કોરોનાના વધતા જતા કેસ પાછળ ડેલ્મીક્રોન વેરિએન્ટ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

વિશ્વમાં હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો કોરોનાથી કંટાળી ગયા છે અને લોકોને પહેલા જેવી સામાન્ય લાઈફ જોઈએ છે પણ હવે તે અત્યારે શક્ય નથી તેવું લાગી રહ્યું છે. ઓમિક્રોન વેરિયન્ટ કે જે વિશ્વના 100 કરતા વધારે દેશોમાં ફેલાયો છે તેને
લઈને વિશ્વના અનેક દેશો ચિંતામાં છે.

ઉલ્લેખનીય છે કે,ડેલ્ટા વેરિયન્ટના કારણે વિશ્વના દેશોમાં જે લહેર જોવા મળી હતી તેના કારણે કેટલાક દેશોમાં લાંબા સમય સુધી લોકડાઉન તથા કેટલાક પ્રતિબંધો જોવા મળ્યા હતા. આ કારણોસર દેશના અર્થતંત્રને પણ ભારે નુક્સાન જોવા મળ્યું હતું જેના કારણે કેટલીક વસ્તુઓમાં અત્યારે ભાવવધારો અને મોંઘવારી પણ જોવા મળી રહી છે.