Site icon Revoi.in

ભાવનગરના કાળિયાર અભ્યારણ્યમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Social Share

ભાવનગરઃ ગોહિલવાડમાં વલ્લભીપુરથી 26 કિમી દુર આવેલું કાળિયાર અભ્યારણ્ય હવે પ્રવાસીઓ માટે જાણીતુ બનતું જાય છે. દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓથી કાળિયાર અભ્યારણ્યમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. દિવાળીની રજાઓમાં  2679  ભારતીય પ્રવાસીઓની સંખ્યા તેમજ 48 વિદેશી સહેલાણીઓ પણ મુલાકાત લીધી હતી.

વેળાવદર(ભાલ) ખાતે આવેલા બ્લેક બક (કાળીયાર હરણ) રાષ્ટ્રીય અભ્યારણ ખાતે મોટી સંખ્યામાં દેશ-વિદેશના લોકોએ મુલાકાત લીધી હતી.તહેવારો અને વેકેશનના દિવસોમાં સહેલાણીઓએ ભરપુર આનંદ માણ્યો હતો. વલભીપુર તાલુકાથી માત્ર 26 કિ.મી.દુર આવેલા રાષ્ટ્રીય કાળીયાર હરણ અભ્યારણ ખાતે દિવાળીના શરૂ થયેલા પર્વ ઓકટોબર તેમજ નવેમ્બર-2024 દરમિયાન એંકદરે 2679 ભારતીય પ્રવાસીઓની સંખ્યા તેમજ 48 વિદેશી સહેલાણીઓ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ કરતા ભારતીય પ્રવાસીની સંખ્યા બમણી અને વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં દશ ગણો વધારો થયો છે. દિવાળીના તહેવારોના પાંચ દિવસ દરમિયાન રાષ્ટ્રીય ઉદ્યાનને સારી એવી આવક થવા પામી હતી. અને હજુ દિવાળીના વેકેશનનો સમયગાળો હજુ એક અઠવાડીયા સુધીનો હોય તેમજ હિરા ઉદ્યોગમાં પણ વેકેશન લાંબા સમયનું હોવાથી અભ્યારણ ખાતે મુલાકાતીઓ વધી શકે છે.

વેળાવદર કાળીયાર અભ્યારણ ભાવનગર થી 47 કિ.મી. જયારે વલભીપુર 26 કિ.મી.દુર છે. ગુજરાત પર્યટન વિભાગ દ્વારા પ્રવાસનને વેગ આપવાના ભાગ સ્વરૂપે કાળીયાર રાષ્ટ્રીય અભ્યારણ ખાતે મેગા સ્ટાર અમિતાભ બચ્ચન પણ થોડા વર્ષો પહેલા આ સ્થળે શુટીંગ માટે આવ્યા હતાં. અને જો રાજય પ્રવાસન વિભાગ દ્વારા સહેલાણીઓ માટે વધુ સુવિધાઓ ઉભી કરે તો સહેલાણીઆની સંખ્યામાં હજુ વધારો થઇ શકે તેમ છે