- 2008 પછી જન્મેલી વ્યક્તિ તમાકુની વસ્તુઓ ખરીદી નહીં શકે
- આવતા વર્ષથી તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ લાવવાનો પ્રયાસ
નવી દિલ્હીઃ દુનિયામાં દર વર્ષે તમાકુથી થતા કેન્સરથી અનેક લોકો મૃત્યુ પામે છે. જેથી લોકો તમાકુ-સિગારેટ સહિતની વસ્તુઓથી દુર રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ન્યૂઝીલેન્ડે તમાકું પર પ્રતિબંધ મૂક્તો કાયદો પસાર કર્યો હતો. દેશમાં ભાવિ પેઢીના હિતને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ સરકાર આવતા વર્ષથી તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ લાવવાનો પ્રયાસ કરી રહી છે.
ન્યૂઝીલેન્ડમાં આ કાયદા અંતર્ગત 2008 પછી જન્મેલી કોઈપણ વ્યક્તિ દેશના સિગારેટ કે તમાકું ઉત્પાદનો ખરીદી શકશે નહીં. ન્યૂઝીલેન્ડના આરોગ્યમંત્રી ડૉ.આયેશા વેરાલે નિવેદનમાં જણાવ્યું હતું કે, આ કાયદો ધુમ્રપાન મુક્ત ભવિષ્ય તરફની પ્રગતિને વેગ આપશે. વર્ષ 2023ના અંત સુધીમાં તમાકુના વેંચાણ માટે લાયસન્સ ધરાવતા વેપારીઓની સંખ્યા 6000થી ઘટાડીને 600 સુધી કરવાનો લક્ષ્ય ન્યૂઝીલેન્ડ સરકારે નિર્ધારિત કર્યો છે.
(Photo – File)