Site icon Revoi.in

ઊનાના સનખડા ગામની સીમમાં દીપડી અને ચાર બચ્ચા બાદ દીપડો પણ પાંજરે પુરાયો

Social Share

ઊનીઃ તાલુકાના  સનખડા ગામની સીમ વિસ્તારમાં વન્ય પ્રાણી દીપડાએ રહેણાંક બનાવી લીધું હતું. અને અવાર નવાર સીમ વાડી વિસ્તારમાં શિકારની શોધમાં આવી જતાં હતા.તેથી ખેડુતો પોતાના સીમ-ખેતરમાં જતાં પણ ડરતા હતા. ખેડુતોએ વન વિભાગને રજુઆત કરીને દીપડાને પકડવાની માગ કરી હતી. દરમિયાન ચાર દિવસ પહેલાં ગરાળ ગામની આંબાવાડીમાં દીપડીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. જે વનવિભાગ દ્વારા દીપડી અને ચાર બચ્ચાને પાંજરામાં પુરી એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યાં હતા. ત્યાંરે ગત રાત્રીના સમયે સનખડા માલણ સીમ વિસ્તારમાં દીપડો દેખાતા ખેડૂતોમાં તેમજ આજુબાજુના વસવાટ કરતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. વનવિભાગને જાણ કરતા પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું જેમાં દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઊના તાલુકાના સનખડા ગામે માલણ વાડી વિસ્તારમાં રહેતા ગંભીરસિંહ ભગુભાઇ ગોહિલની વાડીમાં છેલ્લા ઘણા સમયથી દીપડાની રંજાડ હોય અવાર નવાર દીપડો આવી ચઢતાં ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયેલો હતો. આથી વનવિભાગને જાણ કરતાં તેમના સ્ટાફ દ્વારા વાડીમાં દીપડાને પુરવા પાંજરૂ ગોઠવવામાં આવ્યુ હતું. જેમાં દીપડો વહેલી સવારે શિકાર કરવા આવતાની સાથે જ દીપડો શિકારની લાલચે પાંજરામાં કેદ થઇ ગયો હતો. જેથી આ વિસ્તારના ખેડૂતો લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વનવિભાગ દ્વારા દીપડાને પાંજરા સાથે જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે. કે, ચાર દિવસ પહેલાં ગરાળ ગામની આંબાવાડીમાં દીપડીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. જે વનવિભાગ દ્વારા દીપડી અને ચાર બચ્ચાને પાંજરામાં પુરી એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યાં હતા. ત્યાંરે ગત રાત્રીના સમયે સનખડા માલણ સીમ વિસ્તારમાં દીપડો દેખાતા વન વિભાગે તેનું લોકેશન મેળવીને પાંજરૂ મુકીને દીપડાને પણ પકડી લીધો હતો.