કોરોના પીડિત માતાને નાના બાળકોએ લખેલો પત્ર થયો સોશિયલ મીડિયામાં વાયરલ
દિલ્હીઃ કોરોના મહામારીને પગલે હજુ પણ અનેક દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં દર્દીઓ પોતાના ઘરમાં જ પરિવારથી અલગ અન્ય રૂમમાં આઈસોલેટ થયાં છે. આવા કપરા સમયમાં દર્દીઓના પોતાના સ્વજનો સાથે ફોન ઉપર તથા અન્ય માધ્યમોથી વાતચીત કરે છે. જેથી દર્દીઓમાં કોરોના સામે લડવા માટે માનસિક રીતે મજબુત થાય છે. પરિવારજનો પણ તેના મનોબળને વધારે મજબુત કરે છે. દરમિયાન કોરોના સામે લડી રહેતી પીડિત માતાને સંતાનોએ લખેલી ચિઠ્ઠી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં નાના બાળકોએ ઘરમાં જ હોમ આઈસોલેટ થયેલી માતાનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કર્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ ચિઠ્ઠી વાંચીને અનેક બાળકો અને તેમની માતાના સારા આરોગ્ય માટે પ્રાર્થના કરી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સોશિયલ મીડિયામાં એક ચિઠ્ઠી ખુબ વાયરલ થઇ રહી છે. કોરોના સામે લડી રહેલી માતાને બાળકોએ પત્ર લખ્યો છે. જેમાં લખ્યું છે કે, મમ્મી અમે નીચે છીએ, તારા સ્વાસ્થ્યમાં સુધાર થયો છે, અમે તને જલદી લઈ જઈશું, ચિંતા ના કરતા. તેમજ પત્રની નીચે મુનમન, બુલબુલ, ગુડિયા, વિકાસ એમ ચાર બાળકોના નામ પણ લખાયેલા છે. આમ માતાને આ બીમારીમાં મનોબળ પૂરું પાડવા માટે બાળકો તરફથી પ્રયાસ કરવામાં આવ્યો છે. બાળકોની માતા હાલ ઘરમાં અન્ય રૂમમાં આઈલોસેટ થયેલી છે. લોકો આ પત્ર અને માતા તરફી તેમના પ્રેમને ખુબ જ પસંદ કરી રહ્યાં છે. તેમજ બાળકોની કામગીરીની પ્રસંશા કરી રહ્યાં છે. દરમિયાન એક ટ્વિટર યુઝર્સે પ્રાર્થના કરી હતી કે, આ મહામારીનો બહાદુરી પૂર્વક લડાઈ બાદ તમામ પરિવારો જલ્દીથી જલ્દી એક થઈ જાય