Site icon Revoi.in

જાફરાબાદના બાબરકોટ ગામે પાંજરે પુરવાની કવાયત દરમિયાન સિંહણ વિફરી, 6 લોકો પર હુમલો

Social Share

અમરેલીઃ  જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ પાસે એક સિંહણે આતંક મચાવી છ લોકો પર હુમલો કરતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો. તો બીજી તરફ વનવિભાગે વહેલામાં વહેલી તકે સિંહણનું રેસ્ક્યૂ થાય તે માટે પ્રયાસો હાથ ધર્યા છે. બાબરકોટ ગામ પાસે ત્રણ લોકો પર સિંહણે  હુમલો કર્યા બાદ સાંજના સમયે પાંજરૂ મુકવા કવાયત હાથ ધરાઈ હતી ત્યારે જ સિંહણે દોડી આવીને વધુ ત્રણ લોકોને ઘાયલ કરતા વનવિભાગની ટીમે કામે લાગી છે.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જાફરાબાદના બાબરકોટ ગામે સિંહણને પાંજરે પૂરવાની કવાયત ચાલતી હતી તે દરમિયાન સિંહણ આક્રમક બની હતી અને વધુ ત્રણ લોકો પર હુમલો કર્યો હતો. આથી  દિવસમાં સિંહણે કુલ 6 લોકોને ઝપેટમાં લેતા ગ્રામજનોમાં ભય ફેલાઈ ગયો છે અને તેઓ પોતાની  તેમજ માલઢોરની સુરક્ષા માટે ચિંતિંત બની  ગયા છે.

ગીરના જંગલમાં સિંહની વસતીમાં વધારો થયો છે, હાલ વરસાદી સીઝનમાં ભૂખ્યા થયેલા વનરાજો શિકારની શોધમાં રેવન્યુ વિસ્તારમાં આવી જતાં હોય છે. જાફરાબાદના બાબરકોટ ગામ નજીક સિંહણનો આતંક જોવા મળ્યો હતો. સિંહણે સવારે ત્રણ વ્યક્તિઓ ઉપર સિંહણના હુમલો કર્યો હતો અને ફરીથી સાંજે 3 લોકો પર હુમલો કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સવારે વનવિભાગે ગોઠવેલા ટ્રેકર બાદ SRDના  જવાનો ઉપર સિંહણે હુમલો કર્યો હતો. જોકે એક SRD જવાને લાકડી વડે સિંહણનો સામનો કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. હાલ એક SRD જવાન રાજુલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હુમલો કરનારી સિંહણને ભેદી બીમારી હોવાની આશંકા છે. વનવિભાગે પાંજરા ગોઠવી સિંહણને પકડવા કવાયત શરૂ કરી હતી. તે દરમિયાન જાફરાબાદના બાબરકોટ ગામે સિંહણને પાંજરે પૂરવાની કવાયત ચાલતી હતી તે દરમિયાન સિંહણ આક્રમક બની હતી અને વધુ ત્રણ લોકો પર હુમલો કર્યો હતો. આથી શનિવારે  દિવસ દરમિયાન સિંહણે કુલ 6 લોકોને ઝપેટમાં લેતા ગ્રામજનોમાં ભય ફેલાઈ ગયો હતો અને તેઓ પોતાની  તેમજ માલઢોરની સુરક્ષા માટે ચિંતિંત બની  ગયા છે.

પ્રાથમિક માહિતી અનુસાર સિંહણને પાંજરે પૂરવાની પ્રક્રિયા ચાલી રહી  હતી  તે દરમિયાન લોકોની અવરજવર વધી જતા સિંહણ આક્રમક બનતા તેણે ફરીથી હુમલો કર્યો હતો. સિંહણે માઇન્સ વિસ્તારમાંથી બહાર આવી 3 વ્યક્તિ ઉપર હુમલો કરતા આ ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આજના દિવસે 6 વ્યક્તિ ઉપર સિંહણે હુમલો કરતા હાહાકાર મચી ગયો છે. આથી વનવિભાગ સાસણ સહિત અન્ય જિલ્લામાંથી ટીમ બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.