દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચને લઈને ખેલાડીઓમાં અનેરો ઉત્સાહઃ રોહિત શર્મા
કેપ્ટાઉનઃ રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનના અવતારમાં દક્ષિણ આફ્રિકામાં રમાનારી બે ટેસ્ટ મેચની સીરિઝમાં જોવા મળશે. ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય ટીમના કેપ્ટને પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી. જેમાં તેમણે આગામી વર્ષે રમાનારી ટી20 વિશ્વ કપ 2024માં રમવાના સંકેત આપ્યાં છે. આ પહેલા કેટલાક મીડિયામાં દાવો કરાયો હતો કે, ટી20 વિશ્વકપમાં રોહિત શર્મા ભારતીય ટીમનો ભાગ નહીં હોય.
પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ જણાવ્યું હતું કે, મારી સામે જે પણ છે તેને હું રમવાનું જોઈ રહ્યો છે. રોહિત શર્માએ કેએલ રાહુલને લઈને જણાવ્યું હતું કે, કેએલ રાહુલ ઉપર ભરોસો છે તે નંબર ચાર કે પાંચ ઉપર સારી બેટીંગ કરે છે. ટેસ્ટમાં તે વિકેટકીપીંગ કરી શકે છે. મને ખ્યાલ છે કે તેઓ ક્યાં સુધી આમ કરી શકશે. શર્માએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચથી 7 વર્ષમાં ભારતીય પેસરોએ વિદેશી જમીન ઉપર સારુ પ્રદર્શન કર્યું છે. અમે શમીને મીસ કરીશું. યુવા તેની જગ્યા લેવાની કોશિશ કરશે. જે સરળ નહીં હોય.
ત્રીજા બોલરને લઈને કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું કે, પ્રસિદ્ધ કૃષ્ણા અને મુકેશ કુમારએ સારુ પ્રદર્શન કર્યું છે. બુમરાહ અને સિરાઝ અમારી પાસે છે. હવે અમારે જોવાનું છે કે, સીમ કે સ્વિંગ કેવો બોલર જોઈએ છે. આનો ફેંસલો અમે પિચ જોયા પછી કરીશું. ટીમમાં ઉપસ્થિત ખેલાડીઓના ટેસ્ટ રમવાને લઈને હિટમેનએ કહ્યું કે, ખેલાડીઓ ટેસ્ટ રમવા ઈચ્છે છે. મે તમામની આંખોમાં ઉત્સાહ જોયો છે. ટેસ્ટ સૌથી વધારે ફોર્મેટ છે. હું ઈચ્છું છું કે, ખેલાડીઓ વધારેમાં વધારે ટેસ્ટ રમે. ટેસ્ટ રમવાથી ખેલાડીઓના સ્કીસ જાણી શકાય છે.