Site icon Revoi.in

તા. 25મી માર્ચના રોજ સવારે 10.24 કલાકે ચંદ્રગ્રહણ લાગશે

Social Share

નવી દિલ્હીઃ ચાલુ વર્ષ 2024નું પ્રથમ ગ્રહણ આગામી હોળાના તહેવારો દરમિયાન તા. 25મી માર્ચના રોજ લાગશે. ગ્રહણ સવારે 10.24 કલાકે લાગશે. ગ્રહણ પહેલા તમામ ધાર્મિક સ્થળો બંધ કરી દેવામાં આવશે. જો કે, વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે.

વર્ષ 2024નું પ્રથમ ગ્રહણ આગામી દિવસોમાં લાગશે. આ વખતે પ્રથમ ગ્રહણ હોળીના તહેવાર દરમિયાન લાગશે. તા. 25મી માર્ચના રોજ સોમવારે ચંદ્ર ગ્રહણ લાગશે. ચંદ્ર ગ્રહણના સમયને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. ગ્રહણ લાગવાનો સાચો સમય 25મી માર્ચના રોજ સવારે 10.24 કલાકે લાગશે અને બપોરના લગભગ 3.01 કલાકે સમાપ્ત થશે.

ચંદ્રગ્રહણ લાગવાના લગભગ 9 કલાક પહેલા સૂતક કાળ શરૂ થઈ જશે. સૂતક કાળમાં મંદિરોના કપાટ બંધ કરી દેવામાં આવશે, એટલું જ નહીં પૂજા-અર્ચના પણ રોકી દેવામાં આવશે. જો કે, આ એક ઉપછાયા ગ્રહણ હશે જે કન્યા રાશિમાં લાગશે. ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે પરંતુ ગ્રહણ દરમિયાન તમામને સતર્ક અને સાવધાન રહેવાની જરૂર છે. તેમ જાણકારોએ જણાવ્યું હતું.