- ટ્રાફિક સિગ્નલના પોલને ભારે નુકસાન
- કારને બચાવવા જતાં બસ પોલ સાથે અથડાઈ,
- વહેલી સવારે ઘટના બનતા મોટી દુર્ઘટના ટળી
વડોદરાઃ શહેરમાં રોજબરોજ રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના નટુભાઈ સર્કલ નજીક સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી લકઝરી બસના ચાલકે કારને બચાવવા જતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ટ્રાફિકના સિગ્નલના પોલ સાથે અથડાતા પોલ ધડાકા સાથે તૂટી પડ્યો હતો. જોકે આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નહતી.
વડોદરામાં આજે વહેલી સવારે નટુભાઈ સર્કલ પાસે લક્ઝરી બસ ટ્રાફિક સિગ્નલ પોલ સાથે અથાડતા ધડાકાભેર થાંભલો તૂટી પડ્યો હતો. આ ઘટનામા કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહન વ્યવહાર પર તેની અસર પડી હતી. ખાનગી લક્ઝરી બસ જોરથી અથડાતા ટ્રાફિક સિગ્નલનો થાંભલો ધડાકાભેર તૂટીને પડ્યો હતો. આ ઘટના સમયે મોટા ધડાકાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. લક્ઝરી બસ ટ્રાફિક સિગ્નલના ભારદાર થાંભલાને તોડીને તેના પર ચઢી ગઈ હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઘટનામાં વહેલી સવાર હોવાથી મોટું જાનમાલનું નુકસાન ટળ્યું હતું. પરંતું ટ્રાફિક સિગ્નલના પોલને ભારે નુકસાન પહોંચ્યું હતું.
વડોદરા શહેરના વ્યસ્ત રહેતા ચાર રસ્તાઓ પૈકી એક નટુભાઈ સર્કલ છે. આ સર્કલની એક તરફ ફ્રૂટ્સ અને લારીઓવાળા ઉભા રહે છે. બીજી તરફ બેકરી, પેટ્રોલ પંપ અને મોટું કોમર્શિયલ કોમ્પલેક્સ આવેલું છે. આ ઘટના જો બપોરના સમયે બની હોત તો સ્થિતિ કંઈક અલગ જ હોત. બેફામ ગતિએ શહેરમાં ચાલતા વાહન પર ટ્રાફિક પોલીસ ક્યારે લગામ લગાવે છે તે મહત્વની બાબત છે. આ અંગે આકોટા પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યુ હતું કે, આ અકસ્માત સર્જનાર ખાનગી લક્ઝરી બસ છે, આ બસ રેસકોર્સથી હરિનગર તરફ જઈ રહી હતી. આ દરમિયાન આ ઘટના બની હતી. બસના ચાલકે બે ફોરવ્હિલ જોતા તેને બચાવવા માટે પોલ પર ચડાવી છે. આ બસની અંદર કોઈ પેસેન્જર ન હતા અને આ ઘટનામાં મોટી કોઈ જાનહાનિ થઈ નથી. બસનો ચાલક સ્પીડમાં હતો કે કેમ તે માટે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ ખબર પડશે.