- ઓસ્ટ્રેલિયા બનશે ભવ્ય જૈન મિદંર
- ગુજરાતના શિલ્પકારો કરશે કામ
- 1 હજાર વર્ષ સુધી જળવાઈ તેવું હશે તેનું બાધંકામ
અમદાવાદઃ- દેશની બહાર પણ ભારતની સંસકૃતિ સ્થાપિત થી રહી હોય તેવા ઘણા કિસ્સાઓ પ્રકાસમાં આવે છે, વિદેશી ઘરતી પર ભારતના ઘાર્મિક સ્થળો બનાવાવામાં આવે છે,અનેક દેશોમાં અનેક હિન્દુ ઘર્મના મંદિરો સ્થાપિત થયા છે.જેમાં ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, અમેરિકા, લંડન, આફ્રિકામાં એવા દેશઓ કે જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યા તેઓ પોતાની સંસ્કડતિની ઝલક વિકસાવતા જાય છે.
મંદિરો બનાવવાની શ્રેણીમાં હવે ઓસ્ટ્રલિયામાં વધુ એક ભવ્ય જૈન મંદિર બનવા જઈ રહ્યું છે, દેશમાં આવેલા મેલબોર્નમાં શિખરબદ્ધ જૈન મંદિરનું નિર્માણ તાર્ય ચૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે,જો કે આ માટે મહત્વની વાત એ છે કરે,મંદિરની ભવ્યતાને રુપરેખા આપવા આપણા ગુજરાતના 600 થી વધુ શિલ્પકારોની મહેનત હશે, આ મંદિર કાર્યમાં ગુજરાતી શિલ્પકારો પોતાની કલાનો ફાળો આપતા જોવા મળશે.
આ મંદિર બનાવનાર બીજુ કોઈ નહી પરંતુ અમદાવાદના જાણીતા સોમપુરા પરિવાર છે, જેઓ આ મંદિરના ભવ્ય નિર્માણનું કાર્ય હાથ ધરશે,આસાથે આ મંદિરની ખઆસિયત હશે કે તેનું બાંધકામ એ રીતે કરવામાં આવશે કે એક હજાર વર્ષ સુધી મંદિરને કોઈ પણ પ્રકારની આંચ નહી આવે, આ જૈન મંદિર ખૂબ જ ભવ્ય રીતે બનાવાશે.
કહેવામાં આવી રહ્યપું છે કે આ ભવ્ય જૈન મંદિરને બનાવતા ત્રણ વર્ષ જેટલો સમયગાળો લાગી શકે છે, ખૂબજ જઈણવટ ભર્યું કાર્ય મંદિરમાં કરવામાં આવશે, જો કે આ માટેની તૈયારીઓ અત્યારજથી આરંભ કરી દેવાઈ છે,ઉલ્લેખનીય છે કે, રામનગરી અયોધ્યાના રામ મંદિરને પણ સોમપુરા સમાજના શિલ્પકારો દ્રારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે આ પરિવાર દ્વારા જ વિદેશની ઘરતી પર પણ જૈન મંદિર બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.