Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 2.5 ની તીવ્રતા નોંધાઈ

Social Share

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 માપવામાં આવી છે. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રના જણાવ્યા મુજબ, સવારે 6.21 કલાકે આંચકા અનુભવાયા હતા. હાલમાં કોઈ જાન-માલ ગુમાવવાના સમાચાર સામે આવ્યા નથી.આજે સવારે આવેલા ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે.

આ પહેલા પણ ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો કે, ત્યારે પણ હળવા ભૂકંપના આંચકા હોવાથી જાન-માલને નુકશાન થયાનું સામે આવ્યું ન હતું.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.