- સિડનીના ઉત્તર-પશ્ચિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા
- હજારો ઘરમાં વિજ પુરવઠો ખોરવાયો
નવી દિલ્હીઃ શનિવારે સવારે સિડનીના ઉત્તર-પશ્ચિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.5 નોંધવામાં આવી હતી, જેના કારણે હજારો લોકો તેમના ઘરોની વીજળી ગુલ થઈ ગયા હતા.
સિસ્મોલોજિકલ રિસર્ચ સેન્ટરે ન્યુ સાઉથ વેલ્સ રાજ્યના અપર હન્ટર ક્ષેત્રમાં, સિડનીથી લગભગ 170 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં, મુસવેલબ્રુક શહેર નજીક ભૂકંપ નોંધ્યો હતો. ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 5:58 કલાકે આવ્યો હતો.
જીઓસાયન્સ ઓસ્ટ્રેલિયાએ અહેવાલ આપ્યો છે કે, ભૂકંપ પાંચ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો અને સિડનીમાં લોકોએ અનુભવ્યો હતો. ભૂકંપ પછી મુસવેલબ્રુક અને તેની આસપાસના 2,748 ઘરો અને અન્ય સ્થળોએ પાવર કટનો સામનો કરવો પડ્યો હતો.
એનએસડબલ્યુ પોલીસે જણાવ્યું હતું કે તેઓ ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં કોઈ ઈજા કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન વિશે જાણતા નથી. આ વિસ્તાર ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા કોલસાના ખાણ વિસ્તારો પૈકીનો એક છે.