Site icon Revoi.in

નાણા કમાવાની લ્હાયમાં કુવૈત ગયેલુ મહારાષ્ટ્રનું દંપતિ ફસાયું, દિવસના 22 કલાક કામ કરાવાતું

Social Share

મુંબઈઃ મુંબઈના થાણે જિલ્લાનું દંપતિ સારી આવક મેળવવા કમાવવા અને જીવનધોરણમાં સુધારો આવે તે માટે કુવૈત ગયું હતું. પરંતુ કુવૈત ગયા બાદ દંપતિની મુશ્કેલીમાં વધારો થયો હતો. અહીં તેમને દિવસના 22 કલાક કામ કરવવામાં આવતું હતું. આમ દંપતિને બંધક બનાવીને શોષણ કરતું હોવાની ઘટના સામે આવી હતી. આ દંપતિને મહારાષ્ટ્ર પોલીસ તથા કુવૈતમાં સ્થિત ભારતીય દૂતાવાસના પ્રયત્નોથી તે દંપતીને સુરક્ષિત ભારત પરત લાવવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર થાણેનું દંપતિ ગત 5 એપ્રિલના રોજ એક એજન્સીના મારફતે  કુવૈત પહોંચ્યું હતું. કુવૈતના એક નાગરિકે તેમને ઘરેલુ સહાયક તરીકે કામ પર રાખ્યા હતા. તેમજ મહિને રૂ. 40,000નું વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં તેમણે ઘરેલુ કામ કરવા, ભોજન બનાવા અને 2 બાળકોની સંભાળ રાખવા કહ્યું હતું. જો કે, કુવૈત પહોંચ્યા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. તેમની પાસે 9 બાળકોની સંભાળ રાખવામાં આવતી હતી. તેમજ 6 રૂમ ધરાવતા એક ફ્લેટની સફાઈ સહિતના અન્ય કામ કરવા માટે મજબૂર કર્યા હતા. આમ તેમના પર દિવસના 22 કલાક કામ કરવા માટે દબાણ કરવામાં આવતું હતું. વધારે પડતા કામને કારણે ભારતીય મહિલાની તબિયલ લથડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. દંપતિએ સમગ્ર ઘટના ભાયંદરમાં રહેતા પરિચીતને કરીને કુવૈતની હોસ્પિટલનો ફોટો શેર કરીને પોતાને તથા પોતાના પતિને બચાવી લેવા માટે વિનંતી કરી હતી.

પીડિત દંપતિની સમસ્યાને પગલે એમબીવીવી પોલીસના ભરોસા સેલનો સંપર્ક કરીને સમગ્ર બનાવની જાણકારી આપી હતી. જે બાદ પોલીસ તથા કુવૈતમાં સ્થિત ભારતીય દૂતાવાસના પ્રયત્નોથી તે દંપતીને સુરક્ષિત ભારત પરત લાવવામાં આવ્યા છે.