કોંગ્રેસ હાઈકમાન્ડનો મોટો નિર્ણય, નવજોતસિંહ સિદ્ધુને પંજાબ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા
- કોંગ્રેસ હાઈકમાન્ડનો મોટો નિર્ણય
- નવજોત સિંહ પંજાબ કોંગ્રેસના પ્રમુખ
- ચાર કાર્યકારી અધ્યક્ષ પણ બનાવ્યા
ચંડીગઢ:પંજાબમાં કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલી બોલાચાલી વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નવજોતસિંહ સિદ્ધુને પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બનાવ્યા છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ચાર કાર્યકારી અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા છે.આ માટે કેસી વેણુગોપાલ દ્વારા એક પત્ર જારી કરવામાં આવ્યો હતો. પત્રમાં લખ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ નિર્ણય લીધો છે.
જે લોકોને રાજ્યમાં કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે તેમાં સંગતસિંહ, સુખવિંદર સિંહ ડેની, પવન ગોયલ અને કુલજીતસિંહ નાગરા છે. એટલે કે, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના મુખ્યમંત્રી રહેશે અને નવજોત સિંહ સિદ્ધુ રાજ્યમાં કોંગ્રેસનું નેતૃત્વ કરશે.
અધ્યક્ષ બન્યા બાદ સિદ્ધુ પટિયાલા પહોંચ્યા હતા.જ્યાં તેનું ઘર છે. પટિયાલા પહોંચ્યા બાદ સિદ્ધુએ પહેલા અહીંના દુખનિવારણ સાહિબ ગુરુદ્વારામાં નમન કર્યા.
કોંગ્રેસના સાત ધારાસભ્યો અને પક્ષ બદલાવીને હાલમાં સતારૂઢ દળમાં આવેલા આમ આદમી પાર્ટીના ત્રણ ધારાસભ્યો કહ્યું હતું કે, નવજોત સિંહ સિદ્ધુ ‘સેલિબ્રિટી’ છે અને નિશંકપણે પાર્ટી માટે તે એક સંપત્તિ છે.