Site icon Revoi.in

ક્વાડ દેશોનો આતંકવાદને લઈને મોટો નિર્ણય – વર્કિંગ ગ્રુપનું ગઠન કરાયું

Social Share

દિલ્હીઃ- આ વર્ષ દરમિયાન જી 20 દેશોની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે જેને લઈને વિદેશમંત્રીઓની બેઠકનો દોર શરુ છે ત્યારે આતંકવાદ સામે ક્વાડ દેશઓએ લાલઆંખ કરી છે અને આ માટે વરપ્કિંગ ગૃપનું ગઠન પણ કરવામાં આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે ક્વાડ દેશોમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનો સમાવેશ થાય છે. ચારેય દેશો લોકશાહી છે અને અવિરત દરિયાઈ વેપાર અને સુરક્ષાના સામાન્ય હિતને સમર્થન આપે છે. આ જૂથનો હેતુ “મુક્ત, સ્પષ્ટ અને સમૃદ્ધ” ઈન્ડો-પેસિફિક પ્રદેશની ખાતરી અને સમર્થન કરવાનો છે.

આ વિદેશ મંત્રીઓની મળેલી બેઠકથી આતંકવાદ પર પાકિસ્તાન અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર ચીનને મોટો સંદેશ અપાયો છે. આતંકવાદનો સામનો કરવા માટે ચારેય દેશોએ એક કાર્યકારી જૂથ બનાવવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપતા ક્વાડ દેશોએ આતંકવાદ પર એક વર્કિંગ ગ્રૂપની રચના કરી છે, જેની પ્રથમ બેઠક આ વર્ષે અમેરિકામાં યોજાશે તેમ માહિતી આપવામાં આવી છે.
આ સાથે જ . બેઠકમાં તમામ પ્રકારના આતંકવાદની નિંદા કરવા ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદીઓ પર પ્રતિબંધ મૂકવાના રાજકીયકરણ સામે સહમત થવા અને આ મામલે પારદર્શક વલણ અપનાવવા પણ આહ્વાન કર્યું છે.
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં જૂથના વિદેશ મંત્રીઓએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિતિની વ્યાપક સમીક્ષા કરી હતી. આ બેઠકમાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન, તેમના જાપાની સમકક્ષ યોશિમાસા હયાશી અને ઓસ્ટ્રેલિયન સમકક્ષ પેની વોંગે ની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી.