1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જન્માષ્ટમીને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 30 ઓગસ્ટે રાત્રે 1 કલાકે શરૂ થશે કર્ફ્યૂ
જન્માષ્ટમીને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 30 ઓગસ્ટે રાત્રે 1 કલાકે શરૂ થશે કર્ફ્યૂ

જન્માષ્ટમીને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 30 ઓગસ્ટે રાત્રે 1 કલાકે શરૂ થશે કર્ફ્યૂ

0
Social Share
  • કૃષ્ણ જન્મોત્સવ લોકો ઉજવી શકે તે માટે નિર્ણય
  •  30 ઓગસ્ટે રાત્રે 1 કલાકે શરૂ થશે કર્ફ્યૂ
  • સીએમની કોર કમિટીમાં લેવાયો નિર્ણય
  • મંદિર પરિસરમાં 200 લોકોને છૂટ અપાઈ
  • ગણેશોત્સવની પણ સરકારે છૂટ આપી
  • મટકીફોડ અને લોકમેળાના આયોજન પર પ્રતિબંધ

ગાંધીનગર: ગુજરાત સરકારે કોરોનાને જોતા જન્માષ્ટમીને લઈને મોટો નિર્ણય લીધો છે. 30 ઓગસ્ટના રાત્રે 1 વાગ્યાથી રાજ્યના 8 મોટા શહેરોમાં એક દિવસ માટે નાઇટ કર્ફ્યુ લાદવામાં આવશે. સરકારે નક્કી કર્યું છે કે, મંદિર પરિસરમાં 200 થી વધુ ભક્તોને પ્રવેશ આપી શકાશે નહીં. આ સાથે, ભક્તોએ સામાજિક અંતરનું પાલન કરવું પડશે. મંગળવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ખરેખર, કૃષ્ણ જન્માષ્ટમી ગુજરાતના મુખ્ય તહેવારોમાંથી એક છે. ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ દ્વારકા ગુજરાતમાં છે, તેથી આ તહેવાર ગુજરાતમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

ગણેશ ઉત્સવ દરમિયાન સરકાર દ્વારા ભગવાન ગણેશની મૂર્તિની ઉંચાઈ પણ નક્કી કરવામાં આવી છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, 9 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ચાલનારા ગણેશ ઉત્સવ દરમિયાન જાહેર સ્થળોએ મહત્તમ 4 ફૂટની ઉંચાઈ વાળી મૂર્તિ જ રાખી શકાશે. સાથે જ ઘરમાં વધુમાં વધુ બે ફૂટની મૂર્તિ સ્થાપિત કરી શકાય છે. પંડાલમાં માત્ર આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાય છે. આ સિવાય કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે નહીં.

જન્માષ્ટમી માટેની ગાઈડલાઈન 

જન્માષ્ટમી તા.૩૦ ઓગસ્ટના સોમવારે રાત્રે ૧ર કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય તે માટે જે ૮ મહાનગરોમાં રાત્રિ કરફયૂ અમલમાં છે તે મહાનગરોમાં તા.૩૦ ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કરફયુ રાત્રિના ૧ વાગ્યાથી અમલી કરાશે.

મંદિર પરિસરમાં એક સમયે એક સાથે વધુમાં વધુ ર૦૦ લોકોને દર્શન માટે છૂટ આપવામાં આવી છે.

મંદિરોમાં દર્શન માટે આવનારા સૌ એ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઇડ લાઇન્સ S.O.P નું પાલન ફરજિયાત પણે કરવાનું રહેશે
આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહિ દર્શન કરવાના રહેશે.

મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો પણ ચુસ્તપણે પાળવાના રહેશે.

રાજ્યમાં જન્માષ્ટમી પર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તે માટે ૨૦૦ લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ ઉપર યાત્રાની છૂટ અપાશે
રાજયમાં જન્માષ્ટમીના તહેવારોના લોકમેળા યોજવાની પરવાનગી આપવામાં આવશે નહીં

મટકી ફોડ ઉત્સવને પરવાનગી આપવામાં આવશે નહિ.

ગણેશોત્સવ માટેની ગાઈડલાઈન

ગણેશોત્સવનું પર્વ આગામી તા. ૯ સપ્ટેમ્બરથી તા.૧૯ સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યમાં ઉજવાવાનું છે તે સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

તદઅનુસાર, સાર્વજનિક ગણેશોત્સવમાં ૪ ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે.

સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સ S.O.P પાલન, ફરજિયાત માસ્ક સાથે લોકો ગણેશ દર્શન કરી શકશે.

આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહિ દર્શન કરવાના રહેશે.

સાર્વજનિક ગણેશોત્સવ સ્થળોએ માત્ર પૂજા-આરતી અને પ્રસાદ વિતરણની ધાર્મિક વિધિની જ છૂટ આપવામાં આવી છે અન્ય કોઇ જ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં.

રાજ્યના ૮ મહાનગરોમાં ગણેશોત્સવ દરમ્યાન રાત્રે ૧૧ વાગ્યા સુધી લોકો દર્શન કરી શકે તે માટે આ દિવસો એટલે કે તા.૯ મી સપ્ટેમ્બરથી તા.૧૯ મી સપ્ટેમ્બર દરમ્યાન આ મહાનગરોમાં રાત્રિ કરફયુનો અમલ આ મહાનગરોમાં રાત્રે ૧ર વાગ્યાથી કરાશે.

ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ ૧૫ લોકોની મર્યાદામાં એક વાહન દ્વારા સ્થાપન-વિર્સજનની મંજૂરી આપવામાં આવશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code