જબલપુરમાં ડુમના એરપોર્ટ ઉપર મોટી દૂર્ઘટના ટળી, ફ્લાઈટ રન-વે પરથી લપસી નીચે ઉતરી
ભોપાલઃ મધ્યપ્રદેશના જબલપુરમાં ડુમના એરપોર્ટ ઉપર મોટી દૂર્ઘટના થતા ટળી હતી. દિલ્હીથી આવતી ફ્લાઈટ લેન્ડિંગ સમયે રન-વે પરથી લપસી હતી અને નીચે રેતીમાં ઉતરી ગઈ હતી. ફ્લાઈટમાં 55થી વધારે પ્રવાસી હતા. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ના હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર બપોરના સમયે દિલ્હથી આવેલી એરઈન્ડિયાની ફ્લાઈટ ડુમના એરપોર્ટ ઉપર લેન્ડ કરતી હતી. ફલાઈટ રન-વે ઉપર ઉતરવાની હતી જો કે, પાયલોટે નિયંત્રણ ગુમાવતા રન-વે પરથી ફ્લાઈટ લપસી હતી. જો કે, પાયલોટે સમયસૂચકતા દાખવીને નિયંત્રણે મેળવી લેતા મોટી દૂર્ઘટના ટળી હતી. ફ્લાઈટમાં 55 મુસાફરો ઉપરાંત 5 ક્રુ મેમ્બર હતા. સમગ્ર ઘટનાની તપાસના આદેશ એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવ્યાં છે. વિમાનમાં આગળ લાગેવા લેન્ડિગ ફ્રન્ટ વ્હીલને નુકસાન થયાનું જાણવા મળે છે. આ બનાવને પગલે એરપોર્ટના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ અને ફાયરબ્રિગેટ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ તમામ મુસાફરોને સુરક્ષીત બહાર નીકળવામાં આવ્યા હતા. આ દૂર્ઘટનાના કેટલાક ફોટો પણ સામે આવ્યાં છે. જેમાં મુસાફરોને બહાર નીકાળવામાં આવતા હોવાનું જોવા મળે છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા સમગ્ર વિસ્તારમાં કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.