જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બની મોટી દુર્ઘટના,સેનાનું વાહન ખીણમાં પડતા બે જવાન શહીદ
- રાજૌરી જિલ્લામાં બની મોટી દુર્ઘટના
- સેનાનું વાહન પડ્યું ખીણમાં
- અકસ્માતમાં બે જવાન થયા શહીદ
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ રાજૌરી જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. આ અકસ્માતમાં ભારતીય સેનાના બે જવાન શહીદ થયા છે. શહીદ થયેલા જવાનમાંથી એક બિહારનો રહેવાસી હતો જ્યારે બીજો જવાન સ્થાનિક રહેવાસી હતો.
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં શનિવારે સેનાની એક એમ્બ્યુલન્સ ખાડામાં પડી હતી. સેનાના બે જવાનો શહીદ થયા જ્યારે તેમનું વાહન ઊંડી ખીણમાં પડી ગયું.
પ્રારંભિક માહિતીમાં એવું કહેવામાં આવ્યું છે કે અકસ્માતમાં શહીદ થયેલા લોકોમાં એક જવાન રાજૌરી જિલ્લાનો રહેવાસી હતો જ્યારે બીજો જવાન બિહારનો રહેવાસી હતો.
રાજૌરીમાં આજે એક માર્ગ અકસ્માતમાં સેનાના બે જવાનોના મોત ઉપરાંત ત્રણ અન્ય લોકો પણ ઘાયલ થયા હતા. આ ઘટના વાસ્તવિક નિયંત્રણ રેખા (એલઓસી) નજીક કેરી સેક્ટરમાં બની હતી.
જવાનો જે વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા તે બેકાબૂ બનીને ઊંડી ખીણમાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો.