1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સામે દૂષ્કર્મની ફરિયાદ નોંધાશે
ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સામે દૂષ્કર્મની ફરિયાદ નોંધાશે

ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સામે દૂષ્કર્મની ફરિયાદ નોંધાશે

0
Social Share
  • હાઈકોર્ટનો વેધક સવાલ, શું આરોપી ધારાસભ્ય છે, એટલે ફરિયાદ નથી નોંધાઈ,
  • પોલીસે ફરિયાદીની અરજી છતાંયે તપાસ કેમ ન કરી,
  • ગજેન્દ્રસિંહને બચાવવાનું ભાજપને ભારે પડ્યું

અમદાવાદઃ ભાજપના પ્રાંતિજના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મની ફરિયાદ ગાખલ કરવા હાઈકોર્ટે પોલીસને આદેશ આપ્યો છે. ગજેન્દ્રસિંહ પરમાર સામે કેસ નહિ નોંધાતા હાઈકોર્ટે નારાજગી દર્શાવી હતી. અને કહ્યું હતું કે,  કોઈના ચારિત્ર્યની હત્યા કરીને ધારાસભ્યને બચાવો નહીં, પહેલા તેનું ચરિત્ર જુઓ, આગ વગર ધૂમાડો ઉઠે નહીં. શું આરોપી ધારાસભ્ય છે એટલે ફરિયાદ નથી નોંધાઈ?

ગાંધીનગરની એક મહિલાએ પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા હાઇકોર્ટના નિર્દેશ માગતી અરજી કરી હતી. જેમાં કોર્ટ સુનાવણી દરમિયાન સરકારી વકીલે જણાવ્યું હતું કે, અરજદાર મહિલાએ પોલીસમાં અરજી આપ્યા બાદ જ્યારે નિવેદન લેવા બોલાવી તો આવી નહિ અને સેટલમેન્ટનો પ્રયત્ન કર્યો હતો. ધારાસભ્ય અને ફરિયાદી બંને પુખ્ત વયના છે. જેથી કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે, તો શું રેપ થઈ શકે?  સરકારી વકીલે જણાવ્યું હતું કે, મહિલાએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, તેણે જે અરજી આપી હતી તેમાં ખોટી બાબતો દર્શાવી હતી. કોર્ટે શાનમાં સમજાવતા કહ્યું હતું કે, આખરે તે અરજી પોલીસ સમક્ષ અપાઈ હતી.  પણ કોર્ટ સમક્ષ સોગંદ ઉપર અરજી કરાઈ છે.

ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવતાં કહ્યું હતું કે સામાન્ય રીતે 406 જેવા કિસ્સાઓમાં તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે છે. પરંતુ શું આરોપી ધારાસભ્ય છે એટલે ફરિયાદ નોંધવામાં આવી નથી? દુષ્કર્મના આક્ષેપોનો આ ગંભીર કેસ છે છતાં ફરિયાદ નોંધ્યા પહેલાં શા માટે પૂછપરછ કરવામાં આવી? સાથે જ હાઈકોર્ટે કહ્યું કે, કોઈના ચારિત્ર્યની હત્યા કરીને ધારાસભ્યને બચાવો નહીં, પહેલા તેનું ચરિત્ર જુઓ, આગ વગર ધૂમાડો ઉઠે નહીં.

સરકારી વકીલે જણાવ્યું હતું કે, પોલીસે તપાસનું કામ કર્યું તો પણ મહિલા વારંવાર અરજી કરે છે. 2020ની ઘટનામાં ફરિયાદ નોંધાયાના 08 મહિના બાદ વર્ષ 2021માં અરજી આવી હતી. પોલીસ તપાસ કરે, મહિલા સમાધાન કરે અને પછી ફરી અરજી કરે, જો કે, કોર્ટે રોકડું પરખાવ્યું હતું કે, IPC 376 અંતર્ગત દુષ્કર્મના આક્ષેપમાં પહેલાં FIR નોંધાય તો FIR કર્યા પહેલાં પ્રાથમિક તપાસ કેમ કરાઈ? સુપ્રીમ કોર્ટના લલિતા કુમારીના ચુકાદાને નથી જોયો? કોર્ટે સરકારી વકીલને કાયદાના પાઠ ભણાવતા પૂછ્યું હતું કે, કયા કેસોમાં પ્રાથમિક તપાસ કરવામાં આવે? જેના જવાબમાં સરકારી વકીલે સિવિલ કેસો અંગે જણાવ્યું હતું અને કહ્યું હતું કે, અરજદાર મહિલાનાં 04 વખત નિવેદન લેવા અને FIR કરવા બોલાવી હતી. જેથી કોર્ટે પૂછ્યું હતું કે, શા માટે અરજદાર મહિલાને પોલીસે 04 વખત બોલાવી, જ્યારે તેને લેખિતમાં અરજી આપી હતી. સરકારી વકીલે કહ્યું હતું કે, તેને સહી લેવા બોલાવવામાં આવી હતી. જેથી કોર્ટે કહ્યું હતું કે, તો એમાં ચાર વખત કેમ નિવેદન લો છો? FIR પહેલાં શેની તપાસ?  કોર્ટે પૂછ્યું હતું કે IPC 376માં FIR પહેલાં આટલી તપાસ કેમ? આરોપી ધરાસભ્ય છે એટલે? FIR પહેલાં તપાસ કરીને ધારાસભ્યને ક્લીનચીટ આપી દીધી અને વળી ફરિયાદીની છબિ ખરાબ કરો છો. ફરિયાદ પહેલાંની આ તપાસ જ કોર્ટને હેરાન કરનારી છે.  જો કે, એડિશનલ એડવોકેટ જનરલે મહિલાની પહેલી અરજીના આધારે ફરિયાદ નોંધવા ખાતરી આપી હતી. હવે વધુ સુનાવણી 21 ઓક્ટોબરે યોજાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code