1. Home
  2. ગુજરાતી
  3. એક વ્યક્તિએ એનર્જી ડ્રિંકમાંથી બનાવી મેગી,જોઈને લોકો ગુસ્સે થયા; કહ્યું-ખત્મ.. ટાટા.. બાય-બાય
એક વ્યક્તિએ એનર્જી ડ્રિંકમાંથી બનાવી મેગી,જોઈને લોકો ગુસ્સે થયા; કહ્યું-ખત્મ.. ટાટા.. બાય-બાય

એક વ્યક્તિએ એનર્જી ડ્રિંકમાંથી બનાવી મેગી,જોઈને લોકો ગુસ્સે થયા; કહ્યું-ખત્મ.. ટાટા.. બાય-બાય

0
Social Share

સોશિયલ મીડિયા પર ક્યારેક -ક્યારેક કેટલાક એવા વીડિયો વાયરલ થઈ જાય છે, જેને જોઈને લોકો ગુસ્સે થઈ જાય છે.ખાસ કરીને અજીબોગરીબ ફૂડ કોમ્બીનેશન વાળા વિડિયોઝ.આજકાલ તમે જોતા જ હશો કે અજીબોગરીબ ફૂડ કોમ્બિનેશન એક ટ્રેન્ડ બની ગયું છે.લોકો કોઈપણ ખાદ્ય પદાર્થમાં કંઈપણ ભેળવીને નવી અને અસામાન્ય વાનગી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલીકવાર લોકોને આવા ફૂડ કોમ્બિનેશન ગમે છે, પરંતુ મોટાભાગના કોમ્બોઝ લોકોને સ્વીકાર્ય હોતા નથી. આજકાલ આવો જ એક ફૂડ કોમ્બિનેશન વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે ઘણો વિચિત્ર છે. આવું ફૂડ કોમ્બિનેશન તમે પહેલા ભાગ્યે જ જોયું હશે.

તમે મેગી ખાધી હશે. આ ઘણા લોકોની પ્રથમ પસંદગી છે. જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે ઝડપથી મેગી બનાવીને ખાઓ. મેગીને બે મિનિટમાં તૈયાર નૂડલ્સ ગણવામાં આવે છે. જો કે લોકો સાદી મેગી પણ બનાવે છે, પરંતુ કેટલાક લોકો મેગીમાં વિવિધ વસ્તુઓ મિક્સ કરીને તેને નવો સ્વાદ આપે છે. પરંતુ શું તમે ક્યારેય એનર્જી ડ્રિંક સાથે મેગી ખાધી છે? જી હા, આ વાયરલ વીડિયોમાં આવું જ વિચિત્ર સંયોજન જોવા મળી રહ્યું છે.એક માણસ સ્ટિંગ એનર્જી ડ્રિંકમાંથી મેગી બનાવીને ગ્રાહકને પીરસતો જોવા મળે છે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે એક પેનમાં એનર્જી ડ્રિંક નાખે છે અને પછી મેગી, તેના મસાલા, મરચાં અને મીઠું ઉમેરીને એક અજીબોગરીબ વાનગી બનાવવાનો પ્રયાસ કરે છે.

આ વિચિત્ર ફૂડ કોમ્બિનેશનનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Highonpanipuri નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે અને નારાજગી વ્યક્ત કરતા કેપ્શનમાં લખ્યું છે, ‘ખતમ ટાટા ટાટા બાય બાય’.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code