- મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ વધ્યા
- યુએસથી આવેલ વ્યક્તિ ઓમિક્રોન સંક્રમિત
- આ વ્યક્તિએ વેક્સિનના ત્રણેય ડોઝ લીધા હતા
મુંબઈઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ વધતા જોવા મળી રહ્યા છે ત્યારે મુંબઈ નગરપાલિકાએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે અમેરિકાથી પરત ફરેલા 29 વર્ષીય યુવકને શુક્રવારે કોરોનાના
જો કે આ કેસમાં મહત્વની વાત એ છે કે આ વ્યક્તિએ ફાઈઝરની કોવિડ રસીના ત્રણેય ડોઝ લીધા છે. જો કે, વ્યક્તિમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા છત્તા તેનામાં ઓ વેરિેન્ટની ભઆળ મળી આવી છે.
મળતી માહિતી પ્રમાણે એરપોર્ટ પર 9 નવેમ્બરે કરાયેલા કોરોના ટેસ્ટમાં આ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. મુંબઈ નગરપાલિકાએ એ પણ જણાવ્યું કે આ વ્યક્તિના સંપર્કમાં આવેલા બે લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
મુંબઈ નગરપાલિકાએ આપેલી માહિતી પ્રમાણે ‘દર્દીને સાવચેતીના પગલા તરીકે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેનામાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.’આ પછી હવે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના કુલ કેસ વધીને 15 પર પહોચી ગયા છે. જો કે, આમાંથી 13 દર્દીઓને હવે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આ સમગ્ર બાબતને લઈને બીએમસીએ એમ પણ કહ્યું કે અત્યાર સુધી સંક્રમિત 15 ઓમિક્રોનમાંથી કોઈમાં પણ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. જો કે, મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ હવે વધીને 40 થઈ ગયા છે. આ સાથે જ દેશમાં ઓમિક્રોનની સંખ્યા વધતી જોવા મળી રહી છે.