નવી દિલ્હીઃ રાજસ્થાનના ઉદેયુપરમાં નુપુર શર્માને સમર્થન મુદ્દે કન્હૈયાલાલ નામના શ્રમજીવીની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં અમરાવતીમાં જ હત્યાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બંને કેસની તપાસમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી એટલે કે એનઆઈએની ટીમ જોડાઈ છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને એનઆઈએના વડા દિનકર ગુપ્તા વચ્ચે બેઠક મળી હતી. જેમાં બંને કેસને લઈને લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવા માટે પણ કેન્દ્રીય ગૃહમંત્રીએ સુચના આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉદેયુપર અને અમરાવતી હત્યા કેસમાં હાલ ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસ ઉપર વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ સમગ્ર કેસની તપાસ કરી રહી છે અને બંને કેસના આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.દરમિયાન નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના (NIA) વડા દિનકર ગુપ્તા આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને દિલ્હીમાં તેમની ઓફિસમાં મળ્યા હતા. બંને વચ્ચે અમરાવતી અને ઉદયપુર હત્યાકાંડને લઈને ચર્ચા થઈ છે.