પીએમ મોદી અને મધ્યપ્રદેશના શિવરાજ સિંહ વચ્ચે બેઠક મળી
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભાજપની સરકાર છે. દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ શનિવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. 45 મિનિટની બેઠકમાં તેઓએ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી.
Met MP CM Shri @ChouhanShivraj Ji, who discussed the good governance initiatives of the MP Government and how their transformative schemes are bringing a positive change in people’s lives. pic.twitter.com/o1q4WfRXTQ
— Narendra Modi (@narendramodi) April 23, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી અને મધ્યપ્રદેશ સરકારની સુશાસન પહેલો અને તેમની પરિવર્તનકારી યોજનાઓ લોકોના જીવનમાં કેવી રીતે સકારાત્મક પરિવર્તન લાવી રહી છે તેની ચર્ચા કરી. મધ્યપ્રદેશમાં વિકાસના કામોને લઈને લંબાણપૂર્વકની ચર્ચા કરી હતી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ સાથેની બેઠક અંગે ટ્વીટ કર્યું હતું.