1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ટંકારામાં દયાનંદ સરસ્વતીના જીવન કવનને દર્શાવતું સ્મારક 250 કરોડના ખર્ચે તૈયાર થશે
ટંકારામાં દયાનંદ સરસ્વતીના જીવન કવનને દર્શાવતું સ્મારક 250 કરોડના ખર્ચે તૈયાર થશે

ટંકારામાં દયાનંદ સરસ્વતીના જીવન કવનને દર્શાવતું સ્મારક 250 કરોડના ખર્ચે તૈયાર થશે

0
Social Share

ગાંધીનગરઃ મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200મા જન્મોત્સવ- સ્મરણોત્સવની ભવ્ય ઉજવણી મોરબી જિલ્લાના ટંકારા ખાતે થઈ રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ઉદ્ઘાટન સત્રનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઉજવણીનો પ્રારંભ વૈદિક સંસ્કૃતિ અને પરંપરાને આગળ ધપાવવાના સંકલ્પ સાથે કરવામાં આવ્યો હતો. નવી ચેતના અને નવી ઊર્જાનું મોટુ કેન્દ્ર અને લોકોને નવી દિશા આપે તેવું જ્ઞાન જ્યોતિ તીર્થ ટંકારાની પાવન ધરા પર લગભગ 250 કરોડના ખર્ચે તૈયાર થશે

રાજ્યપાલએ દેશ વિદેશના આર્ય સમાજના અનુયાયીઓને આર્ય સમાજના પરિવારજન તરીકે ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, હું આજે જે કંઈ પણ છું તેમાં આર્ય સમાજ અને દયાનંદ સરસ્વતીના કાર્યનું, તેમણે ચીંધેલા માર્ગનું મોટું પ્રદાન છે. ટંકારામાં મહર્ષિના જન્મથી અત્યાર સુધીના 200 વર્ષના સમયગાળામાં ટંકારામાં આટલો મોટો કાર્યક્રમ પ્રથમ વખત થઈ રહ્યો છે. આર્ય સમાજ અને મહર્ષિના વિચારોએ દેશભક્તિ, નશામુક્તિ, શિક્ષણ સેવાનું મહાન કાર્ય કરીને દેશના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે.

ગુજરાતના ટંકારાની પાવન ભૂમિ પર જન્મેલા મહર્ષિએ દેશની પ્રગતિમાં અવરોધરૂપ અનેક વિચારધારાનો વિરોધ કરવાનું કાર્ય કર્યું હતું. નારી શિક્ષણ પ્રોત્સાહિત કરવા, સતી પ્રથા દૂર કરવા, અંધવિશ્વાસ દૂર કરવા માટે તેમણે દુનિયા સાથે લડીને દેશની દશા અને દિશા બદલી હતી. તેમની વિચારધારા આજે  વધુ ગતિથી આગળ ધપાવવાની જરુર છે. આ માટે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આર્ય સમાજમાં કોઈ પણ પદ કે હોદ્દો ધારણ કર્યા વગર  વૈદિક પરંપરાને આગળ લઈ જવા કાર્ય કરનારને તમામ પ્રકારની સમર્પિત મદદ કરવાની ઘોષણા કરી હતી. તેઓએ દર વર્ષે રૂ.એક કરોડની ધનરાશી વેદ વિચારોને વિશ્વમાં ફેલાવવાના મહાન કાર્ય માટે આપવાની જાહેરાત કરી હતી.

રાજ્યપાલએ કહ્યું કે, સ્વામીના માર્ગે આર્ય સમાજ સંસ્થાઓ, ડી.એ.વી. શિક્ષણ ક્ષેત્રે આજે પણ ખૂબ મોટું કાર્ય કરી રહી છે. સ્વામીએ સત્યનો માર્ગ બતાવ્યો છે. તેમાં સમસ્ત માનવનું કલ્યાણ છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યપાલ તરીકેના શપથ લીધા બાદ  તેઓ પ્રથમ વખત ટંકારા આવ્યા અને ખૂબ ઉત્સાહિત હતા. પરંતુ જન્મસ્થાનની દશા દયનીય હતી. જન્મસ્થાન એક તીર્થ તરીકે ઉભરી આવે અને ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની સ્મૃતિમાં સ્મારક બને તેવું તેઓ ઇચ્છતા હતા. જ્ઞાન જ્યોતિ તીર્થ બને તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રેરણા આપી હતી તે વાત તેમણે કરી હતી. તેમણે કહ્યું કે,પ્રધાનમંત્રી પણ સ્વામી દયાનંદજી પ્રત્યે ભક્તિભાવ ધરાવે છે.

નવી ચેતના અને નવી ઊર્જાનું મોટુ કેન્દ્ર અને લોકોને નવી દિશા આપે તેવું જ્ઞાન જ્યોતિ તીર્થ ટંકારાની પાવન ધરા પર લગભગ 250 કરોડના ખર્ચે તૈયાર થશે. આ સ્મારક પાછળ આવેલી ડેમી નદીમાં દયાનંદજી બાળપણમાં મિત્રો સાથે રમ્યા હતા. તે ડેમી નદી પર ચેકડેમ બનાવીને નદીમાં બારેમાસ પાણી રહે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેઓએ મહોત્સવના આયોજકોને સુંદર આયોજન માટે તેમજ પદ્મશ્રી પૂનમ સુરીને જ્ઞાન તીર્થ સ્મારકના કાર્યના આરંભ માટે બિરદાવ્યા હતા. આ માટે 15 એકર જમીન પણ ટંકારા હાઇ-વે પર નક્કી કરવામાં આવી છે. આ કલ્યાણકારી કાર્યમાં મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના નેતુત્વમાં સરકાર દ્વારા પણ સહયોગ મળશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code