Site icon Revoi.in

Michael Jackson Death Anniversary: પોપસ્ટારના જીવનથી સંબંધિત આ 10 રસપ્રદ તથ્યો, લગભગ તમે નહીં જાણતા હોવ

Social Share

મુંબઈ : માઇકલ જેક્સન ભલે આજે આ દુનિયામાં આપણી સાથે નથી. પરંતુ તેમને કોઈ ઓળખની જરૂર નથી.તેને આવનારી બધી પેઢી યાદ રાખશે. 1964 માં તે તેના પરિવારના પોપ ગ્રુપમાં જોડાયો. આ ગ્રુપનું નામ જેક્સન ફાઇવ હતું. પરંતુ જ્યારે માઇકલ જેક્સનનો યુગ આવ્યો ત્યારે તેણે બધાને પાછળ છોડી દીધા. આજે તેમની પુણ્યતિથિ છે. તેથી, આજે તેને યાદ કરીને આ વિશેષ પ્રસંગે ચાલો આપણે જાણીએ તેના જીવન સાથે જોડાયેલા કેટલાક શ્રેષ્ઠ રસપ્રદ તથ્યો.

  1. માઇકલ જેક્સન શિવસેનાના આમંત્રણ પર પહેલીવાર મુંબઈ આવ્યો હતો. જ્યાં એરપોર્ટ પર તેમનું સ્વાગત સોનાલી બેન્દ્રેએ કર્યું હતું. તે દરમિયાન બોલિવુડના જ નહીં પરંતુ સાઉથ ઇન્ડસ્ટ્રીના પણ ઘણા સ્ટાર્સ તેમને મળવા પહોંચ્યા હતા.
  2. માઇકલ જેક્સનનું આલ્બમ ‘થ્રિલર’ એ તેનું આજ સુધીનું સૌથી વધુ વેચાણ કરતું આલ્બમ છે.
  3. વિવાદો સાથે માઇકલ જેક્સનનો સંબંધ પણ ભરપૂર હતો. તેના પર ઘણી વાર જાતીય શોષણના ગંભીર આક્ષેપો પણ લાગી ચુક્યા છે. અભિનેતા તે દરમિયાન ચર્ચામાં આવ્યા જયારે તેણે 2002 માં તેના બાળકને બાલ્કનીથી બહાર લટકાવી દીધો. જાતીય શોષણના આરોપમાં તે બે દિવસ જેલમાં પણ રહ્યો હતો.
  4. માઇકલ જેક્સન જીવંત રહેવા માટે ઓક્સિજન ચેમ્બરમાં પણ સૂતા હતા, એવું માનવામાં આવે છે કે, આ કરવાથી તમારું શરીર ખૂબ જ સારી રીતે જીવે છે અને તમે લાંબા સમય સુધી જીવી શકો.
  5. વિવિધ HIV/AIDS ના કારણોને ટેકો આપવા માટેના નોંધપાત્ર કાર્યને કારણે, જેક્સનને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન દ્વારા માનવીય પુરુસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  6. માર્ચ 2009 માં માઇકલ જેક્સને કહ્યું હતું કે, “ધિસ ઇઝ ઇટ” તેનો છેલ્લો કોન્સર્ટ હશે. માઇકલ આ પછી કોઈ કોન્સર્ટ કરશે નહીં. માઇકલ આ છેલ્લો કોન્સર્ટ કરી શકે તે પહેલાં 25 જૂન 2009 ના રોજ હાર્ટ એટેકથી તેનું મોત નિપજ્યું હતું.
  7. માઇકલ જેક્સનનાં મોત પર ઇન્ટરનેટ ક્રેશ થયું હતું. પોપ સ્ટારના નિધનના
    સમાચાર બપોરે 3: 15 વાગ્યે આવ્યા હતા, જે પછી વિકિપીડિયા, એઓએલ, અને ટ્વિટર એક સાથે ક્રેશ થયું હતું.
  8. માઇકલ જેક્સનનાં નિધન પછી તેના મૃતદેહને બે વાર પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. કારણ કે પરિવારના સભ્યોએ કહ્યું હતું કે, માઇકલની હત્યા કરવામાં આવી છે.
  9. માઇકલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, તેના શરીર પર સોયના ઘણા નિશાન હતા. જેના પરથી જાણી શકાય કે, તેણે તેના મૃત્યુના થોડા કલાકો પહેલા મોટી માત્રામાં ડ્રગ્સ લીધી હતી.
  10. માઇકલ જેકસનની અંતિમ વિદાય દરેક જગ્યાએ લાઇવ બતાવવામાં આવી હતી, જેને લગભગ અઢી અબજ લોકો લાઇવ જોતા હતા. આ અત્યાર સુધીનું સૌથી વધુ જોવાયેલ લાઇવ પ્રસારણ છે.