Site icon Revoi.in

મોરબી માર્કેટિંગ યાર્ડમાં મીની વેકેશનનો માહોલ

Social Share

• ખેડૂતોને પોતાનો માલ વેચાણ માટે ન લાવવા અનુરોધ કરાયો
• તારીખ 30 થી રાબેતા મુજબ યાર્ડમાં ખરીદી વેચાણ હરાજી શરૂ થશે

અમદાવાદઃ ગુજરાતમાં જન્માષ્ટમી પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવા માટે ભક્તો દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. તેમજ સાતમ-આઠમના તહેવારનો પ્રારંભ થતા ઠેર-ઠેર વેકેશનનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમની રજાને લઈને અનેક સ્થળો ઉપર ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં મીની વેકેશનનો માહોલ છે. તારીખ 24 ઓગસ્ટ થી 29 ઓગસ્ટ સુધી સાતમ, આઠમ, નોમ જન્માષ્ટમી પર્વ અંતર્ગત યાર્ડ બંધ રહેશે. ખેડૂતોને પોતાનો માલ વેચાણ માટે ન લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. તારીખ 30 થી રાબેતા મુજબ યાર્ડમાં ખરીદી વેચાણ હરાજી શરૂ થશે.

ઉલેખનીય છે કે સૌરાષ્ટ્ર માં સાતમ આઠમ,નોમ,જન્માષ્ટમી મહાપર્વ ઉપર રજાનાં માહોલ વચ્ચે ઉત્સવ મહાલવા મીની વેકેશન જેવો માહોલ હોય છે. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં પણ આજથી મીની વેકેશનનો માહોલ છે.

#GujaratFestivals #Janmashtami #SaatamAatham #NomFestival #MarketingYard #MiniVacation #SaurashtraFestivities #FarmerGuidelines #MarketClosure #GujaratiFestivals #AgriculturalNews #HolidaySeason #FestivalPreparations #GujaratEvents #FestiveSeason #GujaratiCulture