છોટાઉદેપુરઃ નાની અમસ્થી વાતમાં સગીર વયના પૂત્રએ તેના પિતાની લોકંડના પાઈપ મારીને હત્યા કરી હતી. જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના દામણીઆંબા ગામે રેહતા ઈશ્વરભાઈ કાંડીયાભાઈ ભીલનો સૌથી નાનો પુત્ર સગીર વયનો છે. તેને 40 રૂા. એક દુકાનદારને આપવાના હતા. જેને લઈ તે પિતા પાસે રૂપિયાની માગ કરતા પિતાએ મજૂરી કરી રૂપિયા આપશે તેવુ જણાવ્યું હતું. છતાંય પુત્રએ આવેશમાં આવી ઘરમાં પડેલી તુવર વેચવા જતા પિતાએ તેને અટકાવ્યો હતો અને ઘરમાં દાળ ખાવા તુવર રહેવા દે, એવું જણાવ્યું હતું. આથી પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થતા પુત્રએ આવેશમા આવીને પિતાને માથે લાકડા અને લોખડની પરાઈના ફટકા મારી કરપીણ હત્યા કરીને સ્થળ પરથી ભાગી ગયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નસવાડી તાલુકાના દામણીઆંબા ગામે આ બનાવ બન્યો હતો. પિતાની હત્યા બાદ પૂત્ર ભાગી ગયો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો સાંજના ઘરે આવતા પિતાને જોઈ બધા સ્તબ્ધ થઈ ગયા હતા. આખરે ગ્રામજનોએ ડુંગર પરથી સગીરવયના આરોપી પૂત્રને પકડ્યો હતો. અને રાત્રે પોલીસને જાણ કરી આરોપીને પોલીસને સોંપ્યો હતો. વહેલી સવારના પિતાની લાશ લઈ નસવાડી સરકારી દવાખાનામા પીએમ માટે લવાઈ હતી. હાલ તો કાયદાના સઘર્ષમા સગીર વયનો આરોપી આવ્યો છે. ત્યારે આ ઘટનાની ફરી એકવાર નજીવા રૂા. 40 બાબતે સંબંધોની હત્યા થતા ડુંગર વિસ્તારમા ચકચાર મચી છે. પિતાની હત્યાને લઈ મોટા પૂત્રએ ફરિયાદ દાખલ કરતા નસવાડી પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.