શ્રીનગર – અમરનાથ યાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અહી આવતા યાત્રીઓની સુરક્ષા પર ખાસ નજર રાખવામાં આવી રહી છે આ વખતે કડક સુપરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે આ સહીત અમરનાથ યાત્રા 1 લી જુલાઈથી શરુ થવા જઈ રહી છે તેના ભાગ રુપે મોકડ્રિલનું પણ આયોજન કરાયું હતું જેથી કરી સુરક્ષામાં કોઈ કચાસ નથી તે જાણી શકાય.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમરનાથ યાત્રા પહેલા જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને પોલીસે સંયુક્ત રીતે મોકડ્રીલ કરી હતી. યાત્રાના કાફલાને સુરક્ષા હેઠળ રવાના કરવામાં આવ્યો હતો. અધિકારીઓ દ્વારા તમામ વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી.જેથી કરીને કોઈ પણ ઘટના ન બને.
આ સાથએ જ યાત્રાના રૂટ પર સેના અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળોએ તેમની ફરજો સંભાળી લીધી છે. હવે હેલિકોપ્ટર રાત્રે પણ હેલીપેડ પર ઉતરી શકશે. કોઈપણ કટોકટીના કિસ્સામાં, શ્રીનગર ખાતેના સંકલિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો ઉપયોગ રાહત કામગીરી હાથ ધરવા અને સંબંધિત પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવા માટે પણ કરવામાં આવશે.
J&K પ્રશાસન અને પોલીસે સંયુક્ત રીતે અમરનાથ યાત્રા પહેલા મોકડ્રીલ હાથ ધરી હતી. યાત્રાના કાફલાને સુરક્ષા હેઠળ રવાના કરવામાં આવ્યો હતો. અધિકારીઓ દ્વારા તમામ વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી.દરિયાઈ સપાટીથી લગભગ 3888 મીટરની ઉંચાઈ પર આવેલા શ્રી અમરેશ્વર ધામની યાત્રા આ વર્ષે 1 જુલાઈથી શરૂ થઈ રહી છે.
આ સહીત બાલતાલથી પવિત્ર ગુફા માર્ગ પર 1243 સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી છે. આ સિવાય કેટલાક 19 જેનસેટ્સ પણ લગાવવામાં આવ્યા છે. નુનવાન પહેલગામથી પવિત્ર ગુફા સુધીના લગભગ બે કિલોમીટરના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ લગાવવાનું કામ અંતિમ તબક્કામાં છે, જે ગુરુવાર સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે.
જાણકારી પ્રમાણે પવિત્ર ગુફા તરફ જતા બંને રસ્તાઓ અને બેઝ કેમ્પ બાલતાલ અને નુનવાન પહેલગામ બંને પર તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને કેટલીક વ્યવસ્થા બાકી છે, તે શુક્રવારે પૂર્ણ કરવામાં આવશે. પીવાના પાણી અને વીજ પુરવઠાની વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા સાથે, સમગ્ર યાત્રા રૂટ પર ટેલિકોમ્યુનિકેશન સર્વિસ નેટવર્ક પણ કાર્યરત કરવામાં આવ્યું છે